Video/ Oops! લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર કેટી પેરીનું ફાટી ગયું પેન્ટ,  વીડિયોમાં જુઓ કેવી રીતે કર્યું ઠીક 

કેટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટીએ લાલ લેધર પેન્ટ અને એનિમલ પ્રિન્ટ  ટોપ પહેર્યું હતું. જો કે, કેટી આના પર પણ નારાજ ન થઈ અને પેન્ટ પર ટેપ લગાવીને પરફોર્મ કરવાનું શરૂ કર્યું.

Entertainment
કેટી પેરીનું

અમેરિકન પોપ સિંગર કેટી પેરીના અવાજના દરેક લોકો દિવાના છે. કેટીનો જાદુ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છે. દરેક વ્યક્તિ તેનો અવાજ સાંભળવા આતુર હોય છે. તાજેતરમાં, કેટી પેરી વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. અમેરિકન આઇડોલ પર લાઇવ શો દરમિયાન કેટી પરફોર્મ કરી રહી હતી ત્યારે કેટી પેરીનું પેન્ટ ફાટી ગયું હતું.

કેટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટીએ લાલ લેધર પેન્ટ અને એનિમલ પ્રિન્ટ  ટોપ પહેર્યું હતું. જો કે, કેટી આના પર પણ નારાજ ન થઈ અને પેન્ટ પર ટેપ લગાવીને પરફોર્મ કરવાનું શરૂ કર્યું. પોપ સ્ટારે તેનું 2010નું ગીત ટીનએજ ડ્રીમ લિયોનેલ રિચી અને લ્યુક બ્રાયન સાથે લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો અમેરિકન આઇડોલમાં રજૂ કર્યું હતું.

ત્યારે સોમવાર રાતના એપિસોડમાં આ ઘટના બની હતી. કેટી ગીત ગાતા ગાતા નીચે બેઠી કે તરત જ તેનું પેન્ટ પાછળથી ફાટી ગયું. જે બાદ તેણે પરફોર્મન્સ બંધ કરી દીધું હતું. આ પછી કેટીએ ક્રૂ મેમ્બરની મદદ માંગી અને કેટીના પેન્ટને ટી શેપમાં ટેપ કરવામાં આવ્યું.

Instagram will load in the frontend.

બાય ધ વે, કેટી સાથે આવો અકસ્માત પહેલીવાર નથી થયો. આ પહેલા તેની સાથે 2018માં પણ આવું બન્યું હતું. કેટીએ તે સમયે વન-સ્લીવ જમ્પસૂટ પહેર્યો હતો અને તે વચ્ચેથી ફાટી ગયો હતો. આપને  જણાવી દઈએ કે કેટી વર્ષ 2017 થી ટીવી શો અમેરિકન આઈડોલની ઓફિશિયલ જજ છે. આ પહેલા પણ શોમાં કેટીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં કેટી ભારત આવી હતી. કેટી તેના મ્યુઝિક કોન્સર્ટના કારણે ભારત આવી હતી.

આ પણ વાંચો :  500 કરોડને પાર થયું ફિલ્મ RRRનું કલેક્શન, જુનિયર NTR અને રામ ચરણના થઈ રહ્યા છે વખાણ 

આ પણ વાંચો :ઉર્ફી જાવેદે વટાવી બોલ્ડનેસની હદ, આ વખતે તો કપડાંની બદલે પહેર્યું એવું કે…

આ પણ વાંચો :SS રાજામૌલી અને આલિયા ભટ્ટ વચ્ચે શું થયો અણબનાવ? એક્ટ્રેસે RRRની પોસ્ટ કરી ડિલીટ

આ પણ વાંચો :સોનુ નિગમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યો પદ્મશ્રી, સિંગરે ગુસ્સામાં કહ્યું કે હું એવોર્ડ નહીં સ્વીકારું