Not Set/ મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ, કિંજલ દવેના સૂરોએ ઝુમયાં સુરતીલાલા

આગામી 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ખેલૈયા દ્વારા નવરાત્રિની લગભગ તમામ તૈયારીઓ જેમ કે, કપડાં, દાગીના, ટેટૂ વિગેરે પણ પૂરી થઈ છે. તો સુરતના સરસાણા ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રિ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકલાડીલા ગાયીકા કિંજલ દવેનાં સૂરોસાથે સુરતવાસી મન ભરીને ગરબે ઘૂમયા હતા, અને પ્રિ નવરાત્રિ મહોત્સવનો આનંદ […]

Top Stories Gujarat Surat
WhatsApp Image 2019 09 27 at 15.01.10 મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ, કિંજલ દવેના સૂરોએ ઝુમયાં સુરતીલાલા

આગામી 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ખેલૈયા દ્વારા નવરાત્રિની લગભગ તમામ તૈયારીઓ જેમ કે, કપડાં, દાગીના, ટેટૂ વિગેરે પણ પૂરી થઈ છે. તો સુરતના સરસાણા ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રિ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2019 09 27 at 15.01.09 મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ, કિંજલ દવેના સૂરોએ ઝુમયાં સુરતીલાલા

જેમાં લોકલાડીલા ગાયીકા કિંજલ દવેનાં સૂરોસાથે સુરતવાસી મન ભરીને ગરબે ઘૂમયા હતા, અને પ્રિ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો. સુરતના સરસાણાનાં કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્ર્મને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.

WhatsApp Image 2019 09 27 at 15.01.11 મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ, કિંજલ દવેના સૂરોએ ઝુમયાં સુરતીલાલા

પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવેએ સંગીતનાં સૂરો રેલાવી લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવી હતી. અને હજારો ખેલૈયાઓનાં દિલ જીતી લીધાં હતા. આ કાર્યક્ર્મ દરમિયાન સુરતવાસી મન ભરીને પ્રિ નવરાત્રિ મ્હોત્સ્વ્ને માણ્યો હતો. કાર્યક્રમમાં અંદાજીત 10 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.