Mobile Phone/ 13 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયું OPPO A15નું નવું વેરિએન્ટ, જાણો ફીચર

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પોએ તેની એ-સિરીઝ સ્માર્ટફોન Oppo A15નું નવું સ્ટોરેજ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. આ પહેલા આ મોડેલ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે હતું. હવે તે 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે એક નવું વેરિએન્ટ લોન્ચ કર્યુ છે, જેની કિંમત 12,490 રૂપિયા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું […]

Tech & Auto
oppo a15 13 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયું OPPO A15નું નવું વેરિએન્ટ, જાણો ફીચર

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પોએ તેની એ-સિરીઝ સ્માર્ટફોન Oppo A15નું નવું સ્ટોરેજ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. આ પહેલા આ મોડેલ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે હતું. હવે તે 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે એક નવું વેરિએન્ટ લોન્ચ કર્યુ છે, જેની કિંમત 12,490 રૂપિયા છે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ઓપ્પો એ 15એ ગ્રાહકોને વધુ સારા અનુભવ માટે બનાવવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 6.52 ઇંચની વોટરડ્રોપ ડિસ્પ્લે છે. કંપનીએ કહ્યું કે તે હેલિઓ પી 35 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ઉપરાંત ડિવાઇસમાં 13 એમપી ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ છે.

Realme V11 5G સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 15,000થી પણ ઓછી

Image result for Oppo A15 (

આ સિવાય આ ફોનમાં 4230 એમએએચની મોટી બેટરી છે, આ સિસ્ટમ વાઇ઼ડ ડાર્ક મોડ, આયકન પુલ-ડાઉન, 3 ફિંગર સ્ક્રોલિંગ સ્ક્રીનશોટ જેવી સુવિધાઓને પણ સપોર્ટ કરે છે. ઓપ્પો એ 15 બે વાઇબ્રેન્ટ કલર ડાયનેમિક બ્લેક અને ફેન્સી વ્હાઇટમાં ઉપલબ્ધ છે. તે તમામ રિટેલ સ્ટોર્સ ઉપરાંત એમેઝોન પર ઉપલબ્ધ છે.

આ કારની બજારમાં ધૂમ, થોડા જ મહિનામાં વેચાયા આટલા લાખ યૂનિટ અને 5000નું થયું બૂકિંગ

Image result for Oppo A15 (

આ પહેલા ઓપ્પોએ ગયા વર્ષે 15 ઓક્ટોબરના રોજ ભારતમાં ઓપ્પો એ 15 લોન્ચ કર્યો હતો. તેના 3 જીબી રેમ અને 32 જીબી સ્માર્ટફોનની કિંમત ભારતમાં 10,990 રૂપિયા છે .

Image result for Oppo A15 Launch

ઓપ્પો એ 15માં મુખ્ય કેમેરો 13 મેગાપિક્સલનો છે અને તેમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે, તેમા સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલનો છે. ટીઝરમાં કંપનીએ આ ફોન માટે ‘સ્લીક એન્ડ સ્માર્ટ’ ટેગલાઇન આપી હતી. ફોનમાં ટ્રિપલ રીયર કેમેરા આપવામાં આવશે. જે ચોરસ મોડ્યુલમાં હશે. કેમેરા મોડ્યુલમાં એલઇડી ફ્લેશ પણ આપવામાં આવશે.