Not Set/ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવા આદેશ

સરકારના આરોગ્ય વિભાગનો પરિપત્ર અનુસાર શાળા – કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ ફરજીયાત કરવા આદેશ આપવામાં આવો છે.

Top Stories Gujarat Others
kesha vallsad 1 શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવા આદેશ

RTPCR ટેસ્ટ : ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતાં શાળા કોલેજ ચાલુ કરવા તજવીજ હાથ ધરાઈ છે. જો કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગનો પરિપત્ર અનુસાર શાળા – કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ ફરજીયાત કરવા આદેશ આપવામાં આવો છે. મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આદેશ આપવામાં આવ્યો છે.

જો કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા ત્રિપલ T વાળો ટ્રેક અપનાવ્યો છે. અને શાળા અને કોલેજમાં RTPCR ટેસ્ટ ની વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે.

RTPCR ટેસ્ટ  : ઉલેખનીય છે કે શાળા શરુ કર્યા બાદ સુરત ખાતે ધોરણ ૧૦ના ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા હતા. અને તાત્કાલિક જે અંગે ઘટતું કરવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. અને વિધાર્થીઓમાં સંક્રમણ નાં ફેલાય તે માટે સરકાર દ્વારા હવે આગમ ચેતી રૂપે વિધાર્થીઓના RTPCR ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસમાં સતત મોટો ઘટાડો નોધાઇ રહ્યો છે. હાલમાં રાજ્યમાં દૈનિક નોધાતાં કોરોના કેસની સંખ્યા 20 ની આસપાસ છે. રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 19  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,24,565પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક  વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,778  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 209  છે.

Politics / મારી લોકપ્રિયતા જોયા બાદ જ PMનરેન્દ્ર મોદીએ ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો : તેજપ્રતાપ

ભારત માટે આઘાત / યુકેની કોર્ટે નીરવ મોદીને પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની મંજૂરી આપી

બોન્ડેડ તબીબો / રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ