Taiwan Pajer Company: લેબનોન અને સીરિયાના ભાગોમાં શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટોથી દરેક જણ ચોંકી ગયા છે. આ હુમલા બાદ પેજર કંપની પર સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલમાં સામે આવ્યું છે કે આ પેજર તાઈવાનની એક કંપનીના છે. લેબનોનમાં થયેલ પેજર વિસ્ફોટમાં તાઈવાનની આ કંપનીની સંડોવણીની શંકાને પગલે હવે કંપનીના સ્થાપક દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.
કંપનીની પ્રતિક્રિયા
લેબનોનમાં પેજર હુમલા બાદ ચર્ચામાં આવેલી તાઈવાનની ગોલ્ડ અપોલો કંપનીના સ્થાપક અને ચેરમેન હુ ચિંગ કુઆંગે કહ્યું છે કે જે પ્રોડક્ટ્સમાં બ્લાસ્ટ થયો હતો. તે અમારી પ્રોડક્ટ નહોતી. તે ઉત્પાદનો માટે ફક્ત અમારા બ્રાન્ડ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે જવાબદાર કંપની છીએ. પરંતુ આ ઘટના ખૂબ જ શરમજનક છે.
તેમણે કહ્યું કે અમારી કંપનીએ આ પેજર્સ બનાવ્યા નથી. આ પેજર્સ યુરોપિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કંપનીને અમારી કંપનીની બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે, તેણે આ પેજર્સ તૈયાર કરનાર કંપનીનું નામ જાહેર કર્યું ન હતું.
આ હુમલો એટલો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો કે એક પછી એક પેજર બ્લાસ્ટને કારણે લેબનોનમાં સર્વત્ર ભય ફેલાયો હતો. આ હુમલો લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. લેબનોને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાઈવાનની પેજર બનાવતી કંપનીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
લેબનોનમાં વિસ્ફોટ ક્યારે અને ક્યાં થયા?
લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શ્રેણીબદ્ધ વિસ્ફોટો શરૂ થયા હતા. આ વિસ્તારોને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. અહેવાલ મુજબ આ વિસ્ફોટો લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યા હતા. દાનિયાહ વિસ્તારના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ લગભગ એક કલાક સુધી બ્લાસ્ટના અવાજો સાંભળતા રહ્યા.
શા માટે લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરે છે?
ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વએ તેના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે મોબાઈલ અથવા ઈન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે ઇઝરાયેલ આર્મી અને મોસાદ સતત હિઝબુલ્લાહ લડવૈયાઓના લોકેશન પર નજર રાખે છે. પેજરની ખાસિયત એ છે કે તેનું લોકેશન ટ્રેક કરી શકાતું નથી.
આ પણ વાંચો: ગાઝાના રફાહમાંથી ઇઝરાયલી સૈનિકોને સુરંગમાંથી મળ્યા બંધકોના મૃતદેહ
આ પણ વાંચો: ગાઝા યુદ્ધ દરમ્યાન ઇઝરાયેલમાં આતંરિક લડાઈ, PM નેતન્યાહૂ અને સંરક્ષણપ્રધાન વચ્ચે ઘર્ષણ
આ પણ વાંચો: બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ