Not Set/ હાલોલમાં એપાર્ટમેન્ટમાં ખાનગી હોસ્પિટલ કોવિડ સેન્ટરમાંથી મેડીકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવામાં આવતાં રહિશોમાં રોષ

કોરોના મહામારીની બીજી લહેરની ધાતક અસર અને લોકો મોટા પ્રમાણમાં ઝડપ થી સંક્રમણનો ભોગ બનતા હોય જેને જોતા રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ સારવારની મંજુરી આપવામાં

Gujarat
halol હાલોલમાં એપાર્ટમેન્ટમાં ખાનગી હોસ્પિટલ કોવિડ સેન્ટરમાંથી મેડીકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવામાં આવતાં રહિશોમાં રોષ

પંચમહાલ- રાહુલ ભાવસાર@મંતવ્ય ન્યૂઝ

કોરોના મહામારીની બીજી લહેરની ધાતક અસર અને લોકો મોટા પ્રમાણમાં ઝડપ થી સંક્રમણનો ભોગ બનતા હોય જેને જોતા રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ સારવારની મંજુરી આપવામાં આવી હતી. જેમાં પંચમહાલ જીલ્લાના હાલોલ વડોદરા રોડ ઉપર આવેલ લાઈફ કેર હોસ્પિટલને કોવિડ સેન્ટર ફાળવ્યું હતું. છેલ્લા એક મહિના થી કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે. ત્યારે ખાનગી કોવિડ સેન્ટર દ્વારા કોવિડ હોસ્પિટલનો મેડીકલ વેસ્ટ એપાર્ટમેન્ટની બહાર ખુલ્લામાં ફેંકવામાં આવતાં એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય રહિશોમાં રોષ જોવા મળ્યો છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ માનસરોવર એપાર્ટમેન્ટમાં આવેલ લાઈફ કેર હોસ્પિટલને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે કોવિડ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી માનસરોવર એપાર્ટમેન્ટમાં આવેલ લાઈફ કેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરાઈ રહી છે. એપાર્ટમેન્ટમાં હોસ્પિટલ આવેલ છે. કોવિડ સેન્ટરમાં એકઠા થતાં મેડીકલ વેસ્ટનેન એપાર્ટમેન્ટની નીચે ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યો છે.

આટલું ઓછું હોય તેમ કોવિડ હોસ્પિટલમાં કોરોના મૃત્યુ થતાં દર્દીઓના બેડના ગાદલાંં, ચાદરો-રજાઇઓ એપાર્ટમેન્ટની નીચે ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યા છે. જેના કારણે માનસરોવર એપાર્ટમેન્ટમાં રહેતા રહિશોમાં કોરોના સંક્રમણ ફેલાયાનો ભય સતાવી રહ્યો છે. હાલોલ બગીચા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટર ધરાવતા લાઈફ કેર હોસ્પિટલ દ્વારા ખુલ્લામાં ફેંકવામં આવતાં કોરોના સંક્રમણ ફેલાય તેવી શકયતા નકારી શકાય નહિ ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોવિડ સેન્ટર ધરાવતી ખાનગી હોસ્પિટલની બહાર ઠલવાતા મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. ખાનગી હોસ્પિટલના કોવિડ સેન્ટર બહાર ઠલવાતા અન્ય રહિશોને પડતી મુશ્કેલીઓના નિવારમાં આવે તે જરૂરી છે.

majboor str 9 હાલોલમાં એપાર્ટમેન્ટમાં ખાનગી હોસ્પિટલ કોવિડ સેન્ટરમાંથી મેડીકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવામાં આવતાં રહિશોમાં રોષ