Not Set/ ગાંધીનગર/ આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી બહાર રાજકોટના અનુ. જનજાતિના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ

ગાંધીનગર શહેરમાં આવેલી આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી રાજકોટ જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. કચેરી શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા જ્યાં આદિજાતિ વિકાસ કમિશ્નરની ચેમ્બર બહાર જ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પોતાની માંગણીને લઇને આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને શિષ્યવૃત્તિ મળી […]

Uncategorized

ગાંધીનગર શહેરમાં આવેલી આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી રાજકોટ જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. કચેરી શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા જ્યાં આદિજાતિ વિકાસ કમિશ્નરની ચેમ્બર બહાર જ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પોતાની માંગણીને લઇને આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને શિષ્યવૃત્તિ મળી જતી હોય છે.

દાહોદ, ગોધરા, પંચમહાલ અને વલસાડના વિદ્યાર્થીઓ બીએડ નર્સિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા રાજકોટ જિલ્લામાં આવેલી કોલેજોમાં જાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળી જાય છે. પરંતુ ત્રણ મહિના થવા છતાં અમને મળતી શિષ્યવૃતિ હજુ સુધી મળી નથી.

જે સંસ્થામાં રહીને અભ્યાસ કરી રહ્યા છે તે સંસ્થા દ્વારા તેમને છેલ્લા એક મહિનાથી મફત રહેવા અને જમવાની સુવિધા પુરી પાડી છે પરંતુ હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારી ફી મળી નથી. આદિજાતિ કમિશનર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છીએ. જો તેમની રજુઆતને ધ્યાન પર લેવામાં નહીં આવે અને અહીંયા જ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાંની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ બાબતે આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણાએ કહ્યું કે વિદ્યાર્થીઓની માંગણીને લઇને તેમની સાથે વાત કરવામાં આવી છે જ્યારે રાજકોટ કચેરીના અધિકારી સાથે પણ વાતચીત કરી છે આજ સાંજ સુધીમાં કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને તેમની શિષ્યવૃત્તિ મળી જશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.