Not Set/ CM રૂપાણીની જાહેરાત, પદ્માવતીને ગુજરાતમાં રિલીઝની મંજુરી નહી

પદ્માવતી ફિલ્મ જેમ તેની રીલીઝ તારીખ આવી રહી છે તેમ તેમ વિરોધમાં સપડાતી જાય છે, કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે, ત્યારે હવે ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પદ્માવત  ફિલ્મ નહિ ચાલવા દઈએ. અગાઉ નવેમ્બરમાં પણ મુખ્યમંત્રીએ આ ફિલ્મને ગુજરાતમાં […]

Entertainment

પદ્માવતી ફિલ્મ જેમ તેની રીલીઝ તારીખ આવી રહી છે તેમ તેમ વિરોધમાં સપડાતી જાય છે, કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે, ત્યારે હવે ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પદ્માવત  ફિલ્મ નહિ ચાલવા દઈએ. અગાઉ નવેમ્બરમાં પણ મુખ્યમંત્રીએ આ ફિલ્મને ગુજરાતમાં નહી ચલાવવાનો નિર્ણય લીધો હતો.

ફિલ્મને પદ્માવતી માંથી સંજયલીલા ભણસાલીએ આં ફિલ્મને પદ્માવત કરી નાખ્યું અને ફિલ્માં ઘણાં મોટા ફેરફારો કરી નાખ્યાં. પણ હજુ પણ ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે.

પદ્માવતી ફિલ્મ વિવાદ વચ્ચે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે જાહેરાત કરી હતી કે, પદ્માવતી ફિલ્મ રાજસ્થાનમાં બતાવવામાં આવશે નહીં. ફિલ્મ અંગે વસુંધરા રાજે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોની લાગણીઓને માન આપતાં આ નિર્ણય લેવાયો હતો.

આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનુ નામ ફેસબુક પર બદલીને તેમના એકાઉન્ટનુંની વેરીફાય કરીને ફિલ્મનું નામ પદ્માવતી બદલીને ‘પદ્માવત’ કર્યું છે.

આ ફિલ્મમાં ઘણાં ઘણાંબધા બદલાવો પછી U/A સર્ટીફીકેટ સાથે ફિલ્મમાં બદલાવ કરવામાં આવ્યાં છે. તેવી વાત કહેવામાં આવી રહી છે. ફિલ્મ પહેલાં 1 ડીસેમ્બરના રોજ રીલીઝ થવાની હતી. પણ રાજપૂત સમાજના ભારે વિરોધ પછી ફિલ્મની રીલીઝ તારીખ પાછી ખેંચી લેવામાં આવી હતી.