Not Set/ પદ્માવતી થઈ પદ્માવત, ફેસબૂક પેજ પર બદલ્યું નામ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી હવે પદ્માવત તરીકે ઓળખાશે. સીબીએફસી આદેશ પછી, તેનું નામ બદલવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનુ નામ ફેસબુક પર બદલીને તેમના એકાઉન્ટનુંની વેરીફાય કરીને ફિલ્મનું નામ પદ્માવતી બદલીને ‘પદ્માવત’ કર્યું છે. રાજસ્થાનના બીજેપી ચીફ અશોક પરનામીએ કહ્યું કે, જો સેન્સરબોર્ડે ફિલ્મને કલીયરન્સ આપી દીધી છે તો ફિલ્મમાં જેટલી આપતિજનક […]

Entertainment
padmaavat પદ્માવતી થઈ પદ્માવત, ફેસબૂક પેજ પર બદલ્યું નામ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી હવે પદ્માવત તરીકે ઓળખાશે. સીબીએફસી આદેશ પછી, તેનું નામ બદલવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનુ નામ ફેસબુક પર બદલીને તેમના એકાઉન્ટનુંની વેરીફાય કરીને ફિલ્મનું નામ પદ્માવતી બદલીને ‘પદ્માવત’ કર્યું છે.

રાજસ્થાનના બીજેપી ચીફ અશોક પરનામીએ કહ્યું કે, જો સેન્સરબોર્ડે ફિલ્મને કલીયરન્સ આપી દીધી છે તો ફિલ્મમાં જેટલી આપતિજનક વાતો છે, તેને હટાવી લેવી જોઈએ અને જો ફિલ્મમાંથી આપતિજનક વસ્તુને હટાવી લીધી છે. તો કોઈ વાંધો નથી.

padmavat 011118080444 પદ્માવતી થઈ પદ્માવત, ફેસબૂક પેજ પર બદલ્યું નામ

પદ્માવતી ફિલ્મ વિવાદ વચ્ચેરાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે જાહેરાત કરી છે કે પદ્માવતી ફિલ્મ રાજસ્થાનમાં બતાવવામાં આવશે નહીં. ફિલ્મ અંગે વસુંધરા રાજે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોની લાગણીઓને માન આપતાં આ નિર્ણય લેવાયો હતો.

વસુંધરા રાજે જણાવ્યું કે, રાણી પદ્મિનીનું નામ બલિદાન અને રાજ્યના માન-સમાન અને ગર્વ સાથે જોડાયેલું છે. માટે રાણી અમારા માટે ઈતિહાસ જ નથી. એ આમારું સ્વાભિમાન છે માટે તેમની મર્યાદાને ઠેસ પહોંચે એવું નહિ કરીએ. સાથે રાજસ્થાનમાં કરણી સેના પદ્માવતી ફિલ્મને રિલીઝને લઈને રજૂઆતને વિશે સરકાર પર ગુસ્સે છે. કરણી સેના આર અથવા પારના મૂડમાં છે. રાજ્યમાં બે લોકસભા અજમેર અને અલવર સાથે એક વિધાનસભા માંડલગઢ માં ઉપચુંટણી થવાની છે. આવમાં રાજપૂત સમાજને નારાજ કરવામાં માટે બીજેપી સરકાર કોઈ પણ જાતનું રિસ્ક લેવા માંગતી નથી.