Not Set/ પાક. સેના પ્રમુખ કમર બાજવાની બિઝનેસ મીટિંગ, શું ઇમરાન વિરુદ્ધ તખ્તપલ્ટાની તૈયારી છે..?

પાકિસ્તાની આર્મી ચીફ કમર બાજવાએ ગુરુવારે પાક.ના મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ પાકિસ્તાનમાં બળવા પર ચર્ચા શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના હાથે રાજદ્વારી હાર અને દેશમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિએ આ દિવસોમાં પાકિસ્તાનને મુશ્કેલીમાં મુક્યું છે. આ બધાને લઈ ને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કિએલીઓ વધી રહી છે. આ […]

Top Stories World
બજવા પાક. સેના પ્રમુખ કમર બાજવાની બિઝનેસ મીટિંગ, શું ઇમરાન વિરુદ્ધ તખ્તપલ્ટાની તૈયારી છે..?

પાકિસ્તાની આર્મી ચીફ કમર બાજવાએ ગુરુવારે પાક.ના મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ પાકિસ્તાનમાં બળવા પર ચર્ચા શરૂ થઈ છે.

જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના હાથે રાજદ્વારી હાર અને દેશમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિએ આ દિવસોમાં પાકિસ્તાનને મુશ્કેલીમાં મુક્યું છે. આ બધાને લઈ ને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કિએલીઓ વધી રહી છે. આ બધી પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાનમાં માં બળવાની અટકળો પ્રબળ બની છે. પાકિસ્તાની આર્મી ચીફ કમર બાજવાએ ગુરુવારે દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ પાકિસ્તાનમાં બળવા પર ચર્ચા શરૂ થઈ છે.

ગુરુવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે આ બેઠક વિશે માહિતી આપી હતી અને એક પ્રેસ નોટ જારી કરી હતી. આ પ્રમાણે, ‘પાકિસ્તાનની આંતરિક સુરક્ષા તેના ધંધા સાથે સંબંધિત છે, તેથી જ આર્મી ચીફે આજે દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી છે.’

પાકિસ્તાની મીડિયામાં એવી તીવ્ર અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ ઇમરાન ખાનની નીતિથી પરેશાન છે, આથી જ કમર બાજવાએ તેમની સમસ્યાઓ જાણવા પ્રયત્ન કર્યો. કમર બાજવા ઘણીવાર આર્મી યુનિફોર્મમાં જોવા મળે છે પરંતુ અહીં તે ગણવેશમાં નહીં પણ સુટ-બૂટમાં સજ્જ જોવા મળ્યા હતા.

પરંતુ આ બેઠક પછી, પાકિસ્તાનમાં બળવો થવાની ચર્ચા છે, નિષ્ણાતો મીડિયા ચેનલમાં પણ આ વાત રાખી રહ્યા છે કે લોકો હવે પાકિસ્તાનમાં નવા વિકલ્પની શોધ કરી રહ્યા છે પરંતુ સેનાથી મોટો કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં, બળવા એ સૌથી મોટો રસ્તો છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં સૈન્ય સત્તા પલટાવી ચૂકી છે. પછી ભલે તે 1958, 1969, 1977 અને 1999 જ કેમ ના હોય. પાકિસ્તાનની જનતામાં સરકાર સામે રોષ છે. ઇમરાન ખાન દેશને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ જતા જોવા મળે છે. વિરોધ પક્ષ જેની વાત કરે છે તે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ઇમરાન ખાન  સંભાળી શક્ય નથી.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.