Not Set/ પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરી દીધા ? લશ્કરી વડાએ જતાવી આ વાત પર શંકા

પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરી દીધા ? લશ્કરનાં વડા જનરલ બિપીન રાવતે આ વાત પર શંકા જતાવતા, સ્પષ્ટ રીતે કહ્યું કે, પાકિસ્તન પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય છે? પાકિસ્તાન અત્યાર સુધી એવું કહી રહ્યું હતું કે પાકિસ્તાનમાં કે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં કોઈ આતંકવાદી કેમ્પ છે નહી. પરંતુ બાલકોટ હવાઈ હુમલા પછી, તેણે હવે […]

Top Stories India
bipin rawat new 759 પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરી દીધા ? લશ્કરી વડાએ જતાવી આ વાત પર શંકા

પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરી દીધા ? લશ્કરનાં વડા જનરલ બિપીન રાવતે આ વાત પર શંકા જતાવતા, સ્પષ્ટ રીતે કહ્યું કે, પાકિસ્તન પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય છે? પાકિસ્તાન અત્યાર સુધી એવું કહી રહ્યું હતું કે પાકિસ્તાનમાં કે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં કોઈ આતંકવાદી કેમ્પ છે નહી. પરંતુ બાલકોટ હવાઈ હુમલા પછી, તેણે હવે એવું કહેવાનું શરૂ કર્યું છે કે PoKમાં આવેલા આતંકવાદી કેમ્પ બંધ કરવામાં આવ્યાં છે.

આતંક અને આંતકીનાં જનક પાકિસ્તાને દાવો કર્યો છે કે તે પાકિસ્તાન કબજા હેઠળનાં કાશ્મીરમાંનાં આતંકવાદી કેમ્પને બંધ કરી રહ્યું છે. જોકે, ભારત આ વાતને તેના પડોશી દેશનો દગો અને ઢોંગ માની ચાલી રહ્યું છે. આતંકવાદી કેમ્પને બંધ કરવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા સૈન્યના ચીફ જનરલ બિપીન રાવતે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદી કેમ્પને બંધ કરી દીધા છે કે નહીં તે તપાસ કરવાનો કે પુષ્ટી કરવાનો પણ કોઈ રસ્તો નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે સતત અમારી સીમાઓની દેખરેખ રાખીશું.

289c221c 540a 11e8 ae13 d985d3701f4e પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરી દીધા ? લશ્કરી વડાએ જતાવી આ વાત પર શંકા

જનરલ રાવતના નિવેદનથી તે સ્પષ્ટ છે કે ભારત હવે પાકિસ્તાનના આવા કોઈ પણ દેખાડા અથવા ફાંદામાં ફસાશે નહીં. રસપ્રદ વાત છે કે, પાકિસ્તાન એવું કહે છે કે પાકિસ્તાનની જમીન પર આતંકવાદીનાં કેમ્પ નથી.અને PoKમાં કોઈ આતંકી લોન્ચ પેડ્સ નથી. પરંતુ જ્યારે ભારત અને અમેરિકાના દબાણમાં વધારો થાય છે, ત્યારે પાકિસ્તાન આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત વિશ્વ સમક્ષ દર્શાવે  છે.

સૈન્યના વડાએ જણાવ્યું હતું કે ત્રાસવાદી કેમ્પ બંધ છે કે કેમ તે પુષ્ટિ કરવી ખૂબ મુશ્કેલ છે. ખરેખર, પાકિસ્તાનમાં બે-ચાર આતંકવાદી કેમ્પો નથી. pok માં, પાકિસ્તાને આતંકવાદીઓનાં સંખ્યાબંધ કેમ્પ તૈયાર કર્યા છે, જ્યાંથી તેમને જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને તાલીમ આપીને કાશ્મીરની શાંતિમાં પલીતો ચાંપવાનાં મલિન ઇરાદા સાથે આતંકી મોકલે છે. મૌલાના મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જેવા ભયંકર આતંકવાદીઓ પાકિસ્તાનનાં જૂઠાણાંનાં સક્ષમ ઉદાહરણ છે. મુંબઈના હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ પાકિસ્તાનનાં શહેરોમાં ખુલ્લે આમ ભારત વિરુદ્ધ રેલીમાં ઝેરને ઓકે છે. હાફિઝ ઘણી વાર pokમાં દેખાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.