Not Set/ એક જ બોલમાં આવ્યા 5 રન તે પણ બાઉન્ડ્રી વગર, WATCH

દુબઇ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હમણાં રમાયેલી ત્રીજી અને આખરી વનડેમાં કેટલીક ફની મોમેન્ટો સામે આવી હતી.આમ તો આ વન-ડેને વરસાદે ધોઇ કાઢી હતી પરંતું મેચ દરમિયાન કેટલીક એવી પળો સામે આવી કે જેનાથી દર્શકોને ભરપુર મનોરંજન મળ્યું હતું. પાકિસ્તાનની ઇંનિગ્સ ચાલતી હતી ત્યારે ફહીમ અશરફ અને આસિફ અલી ક્રીઝ પર હતા.ફહીમ અને આસિફે એક […]

Sports
pakistan એક જ બોલમાં આવ્યા 5 રન તે પણ બાઉન્ડ્રી વગર, WATCH

દુબઇ,

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હમણાં રમાયેલી ત્રીજી અને આખરી વનડેમાં કેટલીક ફની મોમેન્ટો સામે આવી હતી.આમ તો આ વન-ડેને વરસાદે ધોઇ કાઢી હતી પરંતું મેચ દરમિયાન કેટલીક એવી પળો સામે આવી કે જેનાથી દર્શકોને ભરપુર મનોરંજન મળ્યું હતું.

પાકિસ્તાનની ઇંનિગ્સ ચાલતી હતી ત્યારે ફહીમ અશરફ અને આસિફ અલી ક્રીઝ પર હતા.ફહીમ અને આસિફે એક બોલમાં જ પાંચ રન લીધા હતા અને તે પણ એક પણ ચોગ્ગો ફટકાર્યા વગર.

ન્યુઝીલેન્ડના ફિલ્ડરોએ કરેલી ભુલોની પરંપરા બાદ પાકિસ્તાની ત્રણ રનના બદલે વધારાના 2 રન લઇ લીધા હતા.ફહીમ ટ્રેન્ટ બોલ્ટના બોલને ફ્લીક કરીને ત્રણ રન લઇ રહ્યો હતો ત્યારે ફિલ્ડરે વિકેટ કીપરને થ્રો કર્યો હતો.જો કે વિકેટકીપરે બોલીંગ એન્ડ પર થ્રો કરતાં તે સ્ટમ્પને વાગવાને બદલે લોંગ ઓન તરફ ગયો હતો અને ત્યાંથી પણ મીસ થ્રો થતાં પાકિસ્તાની બેટ્સમેનોને વધારાના બે રન એમ કુલ 5 રન મળી ગયા હતા.આમ બેટ્સમેનોને એક બોલમાં 5 રન મળ્યા હતા અને તે પણ બાઉન્ડરી વગર.

https://twitter.com/ramizrap1/status/1061674058352353281