Bollywood Masala/ આર્યન ખાન પાકિસ્તાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ? સાદિયા ખાને જણાવી હકીકત

આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને હેડલાઈન્સમાં છે. પહેલા તેનું નામ નોરા ફતેહી સાથે જોડાયું હતું. જે બાદ આર્યન ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

Trending Entertainment
આર્યન ખાન

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan)નું ડેબ્યૂ ભલે મોડું થાય પરંતુ તેનું સ્ટેટસ કોઈ સેલિબ્રિટીથી ઓછું નથી. ક્યારેક તે આવનારા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તેનો એરપોર્ટ લૂક લાઇમલાઇટમાં રહે છે. દરમિયાન આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને હેડલાઈન્સમાં છે. પહેલા તેનું નામ નોરા ફતેહી સાથે જોડાયું હતું. જે બાદ આર્યન ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન સાથે જોવા મળ્યો હતો. કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે પહેલીવાર સાદિયાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

ડેટિંગના સમાચારને નકારી કાઢ્યા

સાદિયા ખાને સ્વીકાર્યું કે તે આર્યન ખાનને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈમાં મળી હતી. તેણે આર્યન ખાનને ‘સ્વીટ’ ગણાવ્યો હતો. યુએઈના એક પ્રકાશન સિટી ટાઈમ્સ સાથે વાત કરતા તેણે ડેટિંગના સમાચારને માત્ર અફવા ગણાવી. સાદિયા કહે છે, ‘આ ખૂબ જ વિચિત્ર છે કે લોકો કઈ રીતે જાણ્યા વગર મારા અને આર્યન વિશે વાર્તાઓ બનાવી રહ્યા છે. સમાચારના નામે જે કંઈ થઈ રહ્યું છે તેની મર્યાદા હોવી જોઈએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આર્યન સાથે સાદિયાના ફોટો પર તેણે કહ્યું, ‘એનો અર્થ એ નથી કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આર્યન સાથે ફોટો પડાવનાર હું એકલી નથી. કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે ફોટા ક્લિક કર્યા અને અપલોડ પણ કર્યા. આમાંથી હું એકલી જ છું જેનો ફોટો વાયરલ થયો હતો. હું આ અહેવાલોને પાયાવિહોણા કહીશ. હું માનું છું કે આર્યન ખૂબ જ સ્વીટ બોય છે અને તેનું વર્તન ઘણું સારું છે. મહેરબાની કરીને અમારા વિશે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. પ્રેમ અને આદર.’

આ પણ વાંચો:છાતીમાં દુખાવો થતાં ICUમાં દાખલ હતી મહેક ચહલ, અભિનેત્રીએ આ રીતે વ્યક્ત કર્યું

આ પણ વાંચો:રાજામૌલીની ‘RRR’ફિલ્મના ‘નાટુ નાટુ’ગીતે જીત્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

આ પણ વાંચો:‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના આ કલાકાર ઓસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટલિસ્ટ, ફિલ્મ પણ થઇ ક્વોલિફાય