Rajkot News/ રાજકોટના 25 વર્ષથી રહેતી પાકિસ્તાની મહિલા, પુત્ર- પૌત્રની અટકાયત, પોલીસે કરી કાર્યવાહી

રાજકોટના લોધીકામાંથી છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાની પરિવાર વસવાટ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાકિસ્તાની મહિલા તેના પુત્ર અને પૌત્રની ધરપકડ કરી છે.

Gujarat Rajkot

Rajkot News જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા (attack) માં 26 જેટલા લોકોના મોત (death) થતા સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાયેલી છે. પાકિસ્તાની ઘૂસણખોરોને શોધી કાઢવા માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યની પોલીસ ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી (action) શરુ કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના લોધિકામાં રાજકોટ પોલીસે 3 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. પોલીસે પાકિસ્તાની મહિલા રિઝવાના તેના પુત્ર ઝીશાન અને તેના 2 વર્ષીય પૌત્રની અટકાયત કરીને વધુની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે કરેલી તેની તપાસમાં જાણવા મળ્યુ કે, આ પરિવાર છેલ્લા 25 વર્ષથી રાજકોટના લોધીકામાં રહે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોધીકામાં રહેતા મુનાફ ટાટરીયા જે 1992માં કરાચીની રિઝવાના સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે ફરીથી વર્ષ 1992માં પાકિસ્તાન ગયો હતો. જ્યાં તે તે ઝીશાન નામના દિકરાનો પિતા બન્યો હતો. ત્યારે ઝીશાનનો દિકરો પણ 2021માં લોધીકામાં લગ્ન કરીને તેના 1 સંતાન સાથે વસવાટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા 25 વર્ષથી અહીં રહેતા હતા.

જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન નીચે ઘૂસણખોરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ મુજબ રાજકોટ ગ્રામ્ય LCB ટીમ તપાસમાં હતી. પીઆઈ વી.વી ઓડેદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે લોધીકા ગામમાં એક પાકિસ્તાની પરિવાર છેલ્લા 25 વર્ષથી કોઈ પણ પરમીટ અને વિઝા વગર વસવાટ કરી રહ્યો છે. પોલીસને મળેલી આ બાતમીના આધારે સ્થાનિક પોલીસ ટીમને સાથે રાખીને આ પાકિસ્તાની પરિવારની તપાસ કરતા રિઝવાનાબેન ટાટારીયા (ઉ.50) તેનો પુત્ર ઝીશાન ટાટારીયા (વર્ષ 29) અને તેનો સગીર પુત્ર મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમના પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યા હતા. આ પાકિસ્તાની પરિવારને પોલીસે સ્ટેશનમાં લાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પાકિસ્તાની મહિલા રિઝવાના મૂળ પાકિસ્તાનની કરાચીની રહેવાસી છે. ત્યારે વર્ષ 1992માં ભારતના રહેવાસી મુનાફભાઈ ટાટારીયા વર્ક પરમીટ પર પાકિસ્તાન ગયા હતા. જેની આ પાકિસ્તાની મહિલા પ્રેમ થઈ જતા તેણે પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. જોકે, મુનાફભાઈ ટાટારીયાનો શોર્ટ ટર્મ વિઝા હોવાથી તે 1994માં ભારત પરત ફર્યા હતા. જે બાદ બીજા શોર્ટ ટર્મ વિઝા મેળવીને પાકિસ્તાન ગયા હતા. જે એક દીકરાનો પિતા પણ બન્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની મહિલા રિઝવાનાનો પાસપોર્ટ તૈયાર કર્યો હતો. જે બાદ આ મહિલાનો પાસપોર્ટ તૈયાર કરાયો હતો. જે બાદ 60 વર્ષના શોર્ટ ટર્મ વિઝા પર રાજકોટ આવી હતી અને વિઝા પૂરા થતા પાછા ફરવાને બદલે આ પાકિસ્તાની મહિલાએ રાજકોટના લોધીકામાં વસવાટ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાન ભારતની તૈયારીઓથી ગભરાઈ ગયું, રાત્રે મોટા નિર્ણયો લેવા લાગ્યા

આ પણ વાંચો:રાજસ્થાનના કોટામાં NEET ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, આજે દેશભરમાં આ પરીક્ષાનું આયોજન

 આ પણ વાંચો:અમૃતસરમાં બે જાસૂસોની ધરપકડ, પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા