Asia Cup/ ભારત સામેની મેચમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે પાકિસ્તાની ખેલાડીઓ,જાણો કારણ

દુનિયાભરના ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાનની ટીમોએ મેચની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે

Top Stories Sports
19 3 ભારત સામેની મેચમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે પાકિસ્તાની ખેલાડીઓ,જાણો કારણ

એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. દુનિયાભરના ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાનની ટીમોએ મેચની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ મેચ સાથે જોડાયેલા એક ખાસ સમાચાર છે. મેચમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે પૂરથી પ્રભાવિત લોકો માટે આ નિર્ણય લીધો છે.

પાકિસ્તાનમાં પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે હજારો લોકોનું નુકસાન થયું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પૂરથી પ્રભાવિત લોકો સાથે એકતા દર્શાવવા માટે કાળી પટ્ટી પહેરશે. ટીમના કેપ્ટન બાબર આઝમ પાસેથી ચાહકોને આ મેચને લઈને ઘણી આશાઓ હશે. બાબર પણ કાળી પટ્ટી પહેરશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલમાં ભારે વરસાદ અને પૂરના વિનાશનો સામનો કરી રહ્યું છે. દેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સિંધુ નદી અને કાબુલ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે. બંને નદીઓમાં પાણીનું સ્તર ખૂબ ઊંચું છે. પાકિસ્તાનના પૂરથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. વરસાદ અને પૂરના કારણે ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓમાં અહીં વધુ લોકોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પૂર અને તેના કારણે સર્જાયેલી ઘટનાઓને કારણે દેશમાં 45 લોકોના મોત થયા છે.