World News: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન(The Minister of Defense) ખ્વાજા આસિફે ફરી એક વાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તેનો દેશ, પાકિસ્તાન, બે મોરચે યુદ્ધ માટે તૈયાર છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને(The Minister of Defense) કહ્યું કે પાકિસ્તાની સેના પૂર્વ સરહદ પર ભારત અને પશ્ચિમ સરહદ પર અફઘાનિસ્તાન સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આસિફનું નિવેદન ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના થોડા દિવસો પછી આવ્યું છે જેમાં 12 લોકો માર્યા ગયા હતા. હરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી. આ હુમલાથી ફરી એકવાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે તણાવ વધ્યો છે. ઇસ્લામાબાદે કાબુલ પર TTPને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે, જે આરોપ અફઘાનિસ્તાન નકારે છે.
દિલ્હી વિસ્ફોટ પર કરી બફાટ
અગાઉ, ખ્વાજા આસિફે કહ્યું હતું કે દિલ્હી વિસ્ફોટ ફક્ત “ગેસ સિલિન્ડર વિસ્ફોટ” હતો. તેણે ભારત પર આ ઘટનાનો “રાજકીય લાભ” લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનના બાયોટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
આ પણ વાંચો: પાકિસ્તાનમાં હવે શાહબાઝ ફક્ત નામના વડા પ્રધાન રહેશે, 27મો બંધારણીય સુધારો મુનીરને મહાસત્તા કેવી રીતે આપશે?
આ પણ વાંચો:સુરતથી પાકિસ્તાનને ક્રિપ્ટો વોલેટમાં મોકલ્યા ₹10 કરોડ, થઇ ધરપકડ
