Not Set/ પાલનપુર:પ્રજાસતાક દિનની ઉજવણી દરમિયાન દુર્ઘટના, સ્ટંટ કરતી મહિલા પોલીસનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસ્યું

પાલનપુર, દેશભરમાં 70માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાલનપુરમાં રાજયકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી કરી હતી. જેમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી સહિત તમામ સ્થાનિકો હાજર રહ્યા હતા. ત્યારે આ પરેડમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા વિવિધ સ્ટંટ અને કરતબ બતાવવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી બાઈક સ્ટંટ દરમિયાન ઘાયલ થઈ […]

Top Stories Gujarat Others

પાલનપુર,

દેશભરમાં 70માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાલનપુરમાં રાજયકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી કરી હતી. જેમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી સહિત તમામ સ્થાનિકો હાજર રહ્યા હતા.

ત્યારે આ પરેડમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા વિવિધ સ્ટંટ અને કરતબ બતાવવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી બાઈક સ્ટંટ દરમિયાન ઘાયલ થઈ હતી. મહિલા કર્મચારીનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં જતુ રહેતા ત્યાં ઉભા રહેલા 5  જેટલા બાળકો પણ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મી અત્યારે સારવાર હેઠળ છે. મહિલા પોલીસકર્મીઓ દ્વારા બાઇક સ્ટંટ રજૂ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.

બાઇક સ્ટંટ દરમિયાન બાઇક સ્લીપ ખાઇ ગયું હતુ જેના કારણે મહિલા પોલીસકર્મી પડી ગઇ હતી. અત્યારે ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

તો બીજી તરફ, પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ પૂરો થતા જ સીએમ વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પોલીસ કર્મચારી અને બાળકોની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, પાલનપુરના રામપુરા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા પહેલા બાઈક સ્ટંટ તથા ધોડેસવારોની ટીમોએ વિવિધ કરતબ બતાવ્યા હતા.

પ્રેક્ષકો પણ પોલીસ ટીમના બાઈક સ્ટંટ નિહાળીને અવાચક રહી ગયા હતા. ત્યાં બાઇકના વિવિધ સ્ટંટના નિર્દેશન દરમ્યાન એક મહિલા પોલીસ કર્મી બાઇક પરથી જમીન પર પટકાઈ હતી. આ મહિલા પોલીસ બાઈક પર તલવાર સાથે સ્ટંટ કરી રહી હતી.

તો બીજી તરફ, મહિલાનો પગ સ્લીપ થઈ જતા બાઈક સીધું જ પ્રેક્ષક ગેલેરી સુધી ગયુ હતું, અને ત્યાં ઉભા રહેલા બાળકો સાથે અથડાયુ હતું. જેમાં ત્યાં ઉભેલા પાંચ બાળકો પણ ઘાયલ થયા હતા. મહિલા પોલીસ તથા બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અપાઈ હતી.