ઉત્તરાખંડ/ વાળંદે કાપી નાંખી પંડિતજી ચોટી, પછી જે થયું…તે જાણીને ચોંકી જશો

દહેરાદૂનમાં સલૂનમાં વાળ કપાવા ગયેલા પંડિતજીની વાળંદે ચોટી કાપી નાંખી હતી, જે પંડિતજીને ઘરે પહોંચ્યાના 2 કલાક પછી ખબર પડી…

India Trending
પંડિતજી

ઉત્તરાખંડના દહેરાદૂનમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વાળંદની દુકાનના માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો કારણ કે તેને પંડિતજીના વાળ કાપતી વખતે તેમની ચોટી કાપી નાંખી હતી. પંડિતજી ચોટી કપાઈ જતાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી આજે રચશે ઈતિહાસ, UNSC ની દરિયાઈ સુરક્ષા પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ…

હકીકતમાં, દહેરાદૂનમાં સલૂનમાં વાળ કપાવા ગયેલા પંડિતજીની વાળંદે ચોટી કાપી નાંખી હતી, જે પંડિતજીને ઘરે પહોંચ્યાના 2 કલાક પછી ખબર પડી, જ્યારે તેમને ખ્યાલ આવ્યો, પછી તો શું, પંડિતજી વાળંદની દુકાન પર આવ્યા અને વાળંદની સાથે દલીલ ચાલુ કરી. વિવાદ વધતા જોઈને વાળંદે પંડિતજીની માફી માંગી, પણ પંડિતજી શાંત થયા નહિ.

પોતાની ચોટી કપાઈ જતાં પંડિતજી એટલા ગુસ્સે થયા કે પંડિતજી નજીકના નહેરુ કલાઉની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વાળંદની સામે ફરિયાદ નોંધાવી દીધી.

આ પણ વાંચો :આસામ અને મિઝોરમની વિવાદિત સરહદ પર વાહનોની અવર જવર શરૂ,ટૂંક સમયમાં રેલવે પણ શરૂ થશે

શું છે સમગ્ર મામલો

નોંધાયેલી ફરિયાદ મુજબ, પંડિત શિવાનંદ કોટનાલા રવિવારે દહેરાદૂનના નવાદામાં ભાવેશ જેન્ટ્સના સલૂનમાં વાળ કાપવા ગયા હતા, વાળ કાપવાની સાથે પંડિતજીના વાળ પર રંગ પણ લગાવવામાં આવ્યો હતો. પંડિતજી ઘરે ગયા. વાળ પરનો રંગ સુકાઈ ગયા બાદ તે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા. જયારે તેમને તેમના માથામાં પાણી રેડ્યું પછી જ્યારે તેમણે તેમના માથા પર હાથ મૂક્યો ત્યારે તેમને ખબર પડી કે તેમની ચોટી નથી. પછી શું હતું, તેઓ બાથરૂમમાંથી બહાર આવ્યા અને સીધા વાળંદની દુકાનમાં ગયા. ત્યાં ઘણી બધી તુ-તુ-મે-મે કર્યા પછી, જ્યારે મામલો શાંત ન થયો, પંડિતજીનો ગુસ્સો ઓછો ન થયો, અને આ મામલો સીધો ચોકી પહોંચ્યો.

શું કહ્યું પોલીસ

નહેરુ કોલોનીના એસએચઓ રાકેશ ગુસાઈએ જણાવ્યું હતું કે પંડિત શિવાનંદ કોટનાલાએ સલૂન સંચાલક ભાવેશ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા, અપમાનિત કરવા, હુમલો કરવા અને મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. એસએચઓએ કહ્યું કે રિપોર્ટ નોંધ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો :બ્રજ પ્રદેશની સંગઠનાત્મક બેઠક : બિન-કાર્યક્ષમ મંત્રીઓ અને ધારાસભ્યોની ટિકિટ કપાવાના સંકેતો આપતા જેપી નડ્ડા