Food Recipe: અમે તમને એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે તમારી સાંજની મજાને બમણી કરી દેશે. આ છે પનીર સેન્ડવીચ (Paneer Sandwich Recipe)! આ સેન્ડવીચ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને એને બનાવવાનું પણ આસાન છે.
સાંજ પડતાની સાથે જ દરેકને હળવી ભૂખ લાગે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં સાંજની ચા સાથે કશુંક ચટપટું ખાવા (Evening Snack) મળી જાય તો મજા પડી જાય! સમોસા, ચાટ વગેરે ઉપરાંત કોઈક નવીન વિકલ્પની શોધ લોકો કરતા હોય છે. તો હવે ટેન્શન લેવાની જરુર નથી કારણ કે અહિં અમે તમને એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે તમારી સાંજની મજાને બમણી કરી દેશે. આ છે પનીર સેન્ડવીચ! આ સેન્ડવીચ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને એને બનાવવાનું પણ આસાન છે. અહિં પનીર સેન્ડવીચ બનાવવાની રેસિપી આપી છે જેને નોંધી લો…
શી રીતે બનાવશો પનીર સેન્ડવીચની રોસિપી? (Paneer Sandwich Recipe)
આ સેન્ડવીચ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને એને બનાવવાનું પણ આસાન છે. એની સામગ્રી વિશે અને બનાવવાની વિધિ અંગે જાણીશું.

સામગ્રી
4 બ્રેડની સ્લાઈઝ
1 કપ પનીર
1 મધ્યમ કદની ડુંગળી
1 મધ્યમ કદનું ટમેટું
1-2 લીલા મરચાં
2-3 ચમચી કોથમીર
2 ચમચી મેયોનીઝ અથવા તાજી મલાઈ
1 નાની ચમચી ઓરેગાનો અથવા ચાટ મસાલો
અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર
સાવાદાનુસાર મીઠું
શેકવા માટે બટર અથવા ઘી

પનીર સેન્ડવીચ બનાવવાની વિધિ (Paneer Sandwich Recipe)
1. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં છીણેલું કે મૅશ કરેલું પનીર લો. એમાં બારીક સમારેલી ડુંગળી, ટમેટું, લીલા મરચાં અને કોથમીર ઉમેરો.
2. આ મિશ્રણમાં ચાટ મસાલા, કાળા મરીનો પાવડર, મીઠું અને મૅયોનીઝ ઉમેરવું. આ તમામ વસ્તુઓનો ચમચીની મદદથી સારી રીતે હલાવી લેવું જેથી એક મસાલેદાર બેટર તૈયાર થઈ જાય.
3. હવે બ્રેડની બે સ્લાઈઝ લો. તમે ઈચ્છો તો બ્રેડ (Bread)ની એક તરફ લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો.
4. ત્યાર બાદ, તૈયાર કરેલું પનીર (Paneer)નું મિશ્રણ એક સ્લાઈઝ પર સારી રીતે ફેલાવી લો અને બીજી સ્લાઈઝ એની ઉપર મૂકો.
5. તવા પર અથવા સેન્ડવીચ મેકરમાં તમે સેન્ડવીચ બનાવી શકો છો. એ માટે તવા કે સેન્ડવીચ મેકરને પ્રીહીટ કરીને સેન્ડવીચના બહારના ભાગે બટર કે ઘી લગાવી દેવું અને બંને તરફ સોનેરી અને ક્રિસ્પી બને ત્યાં સુધી શેકી લો.
તો તૈયાર છે તમારી ગરમાગરમ પનીર સેન્ડવીચ….આ જ રીતે બાકીની સેન્ડવીચ પણ બનાવી લો. અને લીલી ચટણી, ટોમેટો કેચઅપ અથવા ચા સાથે એનો આનંદ માણો! બાળકોને પણ આ સેન્ડવીચ ઘણી જ ભાવે છે અને તમે એમને એ લંચબોક્સમાં પણ ભરીને આપી શકો છો.
આ પણ વાંચો: નવરાત્રિનો ફરાળી નાસ્તો…ચટપટી સાબુદાણા સેન્ડવીચ….બનાવવાનું છે તદ્દન સરળ..!
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…
આ પણ વાંચો: સોજીમાંથી બનાવો સેન્ડવીચ, બાળકો ફરીથી માંગશે
