બોલીવુડ/ પરેશ રાવલે પોતાની મોતની અફવાનું ખંડન કરતા એક  શ્રદ્ધાંજલિ પોસ્ટ શેર કરીને કહ્યું….

લાફ્ટર હાઉસ નામના એકાઉન્ટ માંથી પરેશ રાવલના મૃત્યુના સમાચાર વહેતા થયા હતા. જેમાં લખ્યું હતું, આજે 14 મે, 2021 ના ​​રોજ સવારે 7 વાગ્યે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પરેશ રાવલનું અવસાન થયું.

Entertainment
Untitled 149 પરેશ રાવલે પોતાની મોતની અફવાનું ખંડન કરતા એક  શ્રદ્ધાંજલિ પોસ્ટ શેર કરીને કહ્યું....

થોડા દિવસો પહેલા, જ્યારે પીઢ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ના મોતની અફવા ફેલાઈ હતી, ત્યારે તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવી તસવીર પોસ્ટ કરીને પોતાના જીવિત હોવાનો પુરાવો આપ્યો હતો. તે પછી મહાભારતના ભીષ્મ પિતામહ મુકેશ ખન્નાના મૃત્યુના સમાચાર વહેતા થયા, જેના પછી મુકેશે પણ પોતાના જીવિત હોવાનો પુરાવો આપ્યો હતો.

આજકાલ કોઈના પણ મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાવામાં આવી રહી છે. ત્યારે હવે શુક્રવારે પરેશ રાવલને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેનો જવાબ પરેશે ખુબ રમુજી રીતે આપ્યો છે. લાફ્ટર હાઉસ નામના એકાઉન્ટ માંથી પરેશ રાવલના મૃત્યુના સમાચાર વહેતા થયા હતા. જેમાં લખ્યું હતું, આજે 14 મે, 2021 ના ​​રોજ સવારે 7 વાગ્યે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પરેશ રાવલનું અવસાન થયું.

આ સાથે, તેમનો ફોટો અને દીવા પણ મુકવામાં આવ્યા હતા. અને ફોટો ઉપર લખવામાં આવ્યું હતું કે, ખૂબ જ દુખ સાથે જણાવવામાં આવે છે કે, પરેશ રાવલ હવે અમારી સાથે નથી. પરેશ રાવલે આ પોસ્ટને રિટ્વીટ કરતા લખ્યું કે – તમારી ખોટી માન્યતા બદલ હું દિલગીર છું, કારણ કે 7 વાગ્યા પછી પણ હું સૂઈ રહ્યો હતો.

પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ટ્વીટ્સ દ્વારા ફોલોઅર્સ સાથે વાતચીત કરતો રહે છે. વર્તમાન મુદ્દાઓ પર પણ ચર્ચા કરતા રહે છે. ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે  ફરહાન અખ્તરની તૂફાનમાં બોક્સિંગ કોચ તરીકે જોવા મળશે.  આ ફિલ્મ 21 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની હતી, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેનું રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું છે.

પરેશ રાવલ છેલ્લે 2020 માં રિલીઝ થયેલી કુલી નંબર વનમાં જોવા મળ્યા હતા.  2019 માં, તેની બે ફિલ્મ્સ મેડ ઇન ચાઇના અને ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમનું પાત્ર સુરક્ષા સલાહકાર અજિત ડોવલ દ્વારા પ્રેરિત હોવાનું કહેવાતું હતું.