અમદાવાદમાં સતત આપઘાતના કેસ વધી રહ્યા છે ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં સ્થિત ઔડાના મકાનમાં પરણિતાએ સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પ્રેમી પરણિતાના ઘરમાં ઘૂસીને લઇ જતો હતો. આ વાતની જાણકારી પરિણીતાના પિતાને પણ હતી પરંતુ આબરૂ બચાવવા માટે તેમણે ફરિયાદ કરી ન હતી. આ સમગ્ર મામલે પરણિતાના પિતાએ પ્રેમીના કારણે જ તેમની પુત્રીએ આપઘાત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરના કુડલા ગામે નજીવી બાબતે ધારિયા ઉછળ્યા, ૧૦ લોકોને ઇજા
મળતી માહિતી અનુસાર,અમદાવાદના એલિસબ્રિજ પાસે ભુદરપુરા વિસ્તારના એક મકાનમાં અજય (નામ બદલ્યું છે) નામનો વ્યક્તિ રહેતો હતો. અજયે તેની દીકરી હિના(નામ બદલ્યું છે)ના લગ્ન ભિલોડામાં રહેતા એક યુવક સાથે કરાવ્યા હતા. હિનાનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. લગ્ન જીવનમાં હિનાને એક ત્રણ વર્ષનો દીકરો હતો. કોરોનાની મહામારી વચ્ચે જયાના પતિનો ધંધો બંધ થઇ ગયો હતો. તો સાથે જ તેને પાડોશમાં રહેતા દિનેશ બાબરિયા નામના ઇસમનો પણ ત્રાસ વધવા લાગ્યો હતો.

આ પણ વાંચો :આજે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું પરિણામ જાહેર કરાયું
હિનાનો પતિ ઘરની બહાર જતો એટલે તે તરત જ ઘરમાં આવીને હિનાની સાથે અડપલા કરવા લાગતો હતો. દિનેશનો ત્રાસ વધતો ગયો હોવાના કારણે આ વાતની જાણ હિનાએ તેના પતિ અને પિતાને કરી હતું. અંતે હિનાને દિનેશના ત્રાસના કારણે અમદાવાદમાં રહેવા જવું પડ્યું હતું. અમદાવાદમાં આવ્યા પછી હિનાનો પતિ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયા અમદવાદમાં રહેવા ગઈ હોવાની જાણ દિનેશને થતા તે પણ હિના ની પાછળ-પાછળ અમદાવાદમાં ગયો હતો. તેને હિનાના ઘરનું એડ્રેસ પણ શોધી લીધું હતું.

આ પણ વાંચો : ICU માં કોરોના સંક્રમિત મહિલાના ચહેરા પર કીડીઓ ફરતી જોવા મળી
ફરીથી દિનેશ હિનાને હેરાન પરેશાન કરવા લાગ્યો. દિનેશ હિનાનો પતિ નોકરી પર જાય એટલે તરફ તેના ઘરની નીચે આવી જતો હતો અને હિનાને તેની સાથે ફરવા જવા માટે દબાણ કરતો હતો. તે સમયે જયા જો દિનેશ સાથે ફરવા જવાની ના પાડે તો દિનેશ હિનાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી આ ધમકીથી ડરીને હિના દિનેશની સાથે ફરવા માટે જતી હતી.
ઘટનાના દિવસે હિનાના પતિએ તેના સસરાને ફોન કર્યો હતો કે, તે ફરીથી દિનેશની સાથે ફરવા જતી રહી છે. તેથી પિતાએ આ વાતની જાણ દિનેશને ફોન કરીને કરી હતી અને હિનાને મૂકી જવા માટે જણાવ્યું હતું. તેથી જયાનો મોટો ભાઈ તેને પતિ પાસે મૂકી આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે હિનાએ સવારે સાતમા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા એલિસબ્રિજ પોલીસે આ મામલે દિનેશ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસનુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન
