તેલંગાણા/ સૂર્યાપેટમાં મોટી દુર્ઘટના, કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમની તૂટી ગેલેરી, 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત

તેલંગાણાના સૂર્યાપેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં 47માં રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન ગેલેરીનો ભાગ તૂટી પડતાં 1500 દર્શકો તેની ઝપેટમાં આવી ગયા

Top Stories India

તેલંગાણાના સૂર્યાપેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં 47માં રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ મેચ દરમિયાન ગેલેરીનો ભાગ તૂટી પડતાં 1500 દર્શકો તેની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન એક ગેલેરી તૂટીને નીચે પડી હતી. સૂર્યાપેટના આ મેદાનમાં 3 ગેલેરી છે. દરેક ગેલેરીમાં અંદાજે 5000 લોકોના બેસવાની સુવિધા છે. મેદાનમાં અંદાજે 15000 દર્શકોના બેસવાની વ્યવસ્થા છે.