બનાસકાંઠા/ પશુપાલકો મુશ્કેલીમાં, પાણીની અછત વચ્ચે સૂકા ઘાસચારાનાં ડબલ ભાવ….

પાણીની અછત વચ્ચે સૂકા ઘાસચારામાં ભાવ ડબલથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરામાં કેનાલની સગવડ ન હોવાથી ખેતી અને પશુપાલનનો વ્યવસાય માટે ખતરાની ઘંટી વાગી છે….

Top Stories Gujarat Others
ઘાસચારો

બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં મોટા ભાગે લોકો પશુપાલન સાથે સંકળાયેલ છે જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે તાલુકો અનેરું સ્થાન ધરાવે છે લાખોની માસિક આવક મેળવતા પશુપાલકો પણ આજે ઘાસચારાની વિકટ પરિસ્થિતિથી ચિંતિત છે. પશુપાલકના વ્યવસાય માટે પાણી જરૂરી છે. ધાનેરા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો પાસે 70 થી 80 પશુઓ છે. પણ ઘાસચારો નથી, જેથી પશુઓ માટે ઘાસચારો બહારથી લાવવો પડે છે અને તે પશુપાલકોને પોષાય તેમ નથી….

આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામેલા પારસીઓના મૃતદેહો માટે સુપ્રીમ કોર્ટે બદલાયેલી પ્રક્રિયાને આપી મંજૂરી

ઘાસચારો

ગત વર્ષે સૂકા ઘાસચારાનો ભાવ કિલોએ 8 રૂપિયા હતો. પણ આ વર્ષે 16 રૂપિયા જેટલો થયો છે જે પશુપાલકને પોષાય તેમ નથી. રાજસ્થાન અને અન્ય રાજ્યમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત સર્જાઈ છે. પરિણામે ભાવ ડબલ થઈ ગયા છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિના ઉકેલ માટે સત્વરે કેનાલ દ્વારા પાણી આપીને શ્વેતક્રાંતિ યથાવત રાખવી જરૂરી છે

ઘાસચારો

આપને જણાવી દઈએ કે, પાણીની અછત છે માટે લીલો ઘાસચારો ક્યાંથી લાવવો, પરિણામે સૂકો ઘાસચારો લેવા પશુપાલકો મજબુર બન્યા છે પણ એમાં ભાવ વધારો ડબલ થતા પોષાય એમ નથી. ડેરી દુધનો સારો ભાવ આપે છે પણ ઘાસચારાના ભાવ ડબલ હોવાથી નફામાં મોટું નુકસાન જાય છે. પાણી વગર પશુપાલનનો વ્યવસાય હવે નજીકના વર્ષોમાં એક સ્વપ્ન બને એવી પરિસ્થિતિ છે. ત્યારે પશુપાલકો સમાધાન રૂપે તાલુકામાં કેનાલની માંગ કરી રહ્યા છે. બાકી મોંઘા ભાવે ઘાસચારો લઈ પશુઓ રાખવા હવે પશુપાલક તૈયાર નથી….

ધાનેરા સહિત અન્ય તાલુકામાં ઘાસચારાની સમસ્યા છે અને ભાવ આસમાને છે ત્યારે સરકારે તાત્કાલિક કેનાલ અને જરૂરી ઘાસચારાની મદદ માટે આગળ આવે એ જ પશુપાલકની માંગ અને લાગણી છે…

આ પણ વાંચો: એકસાથે અનેક પક્ષીઓ બિલ્ડિંગ સાથે અથડાયા અને મૃત્યુ પામ્યા, જીવદયાપ્રેમીમાં રોશની લાગણી 

આ પણ વાંચો:પોલીસ કર્મી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે ટોળકીએ 30 લાખની કરી ઠગાઇ…