Cricket/ ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન તરીકે પેટ કમિન્સનું નામ થયુ Final, આ ખેલાડી બનશે વાઇસ કેપ્ટન

પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમનાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. પેટ કમિન્સ રિચી બેનોડ પછીનો પ્રથમ ફાસ્ટ બોલર હશે જે ઓસ્ટ્રેલિયાને ફુલ ટાઈમ કેપ્ટન બનશે.

Sports
પેટ કમિન્સ

વિશ્વનાં નંબર વન ટેસ્ટ બોલર પેટ કમિન્સને શુક્રવારે ઓસ્ટ્રેલિયાનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સેક્સ મેસેજ સ્કેન્ડલ સામે આવ્યા બાદ ટિમ પેને કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ વચ્ચે કેપ્ટન બનવાની રેસ ચાલી રહી હતી. પરંતુ અંતે પેટ કમિન્સનાં હાથે ટીમની જવાબદારી સોંપવામા આવી છે. સાથે સ્ટીવ સ્મિથને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો – IND Vs NZ / એક રન બનાવીને આઉટ થયેલા સાહાનાં નામે નોંધાઇ આ ખાસ ઉપલબ્ધી

પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમનાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. પેટ કમિન્સ રિચી બેનોડ પછીનો પ્રથમ ફાસ્ટ બોલર હશે જે ઓસ્ટ્રેલિયાને ફુલ ટાઈમ કેપ્ટન બનશે. પેટ કમિન્સ બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હતો અને હવે તેને ટિમ પેનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સુકાનીપદ મળવા અંગે પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું કે, સુકાનીપદ મળવાથી હું પોતાને સન્માનિત સમજુ છું. અમારી સામે મહત્વની એશીઝ સીરીઝ છે. આશા છે કે, હું ટીમનું નેતૃત્વ કરી શકીશ જે રીતે ટિમ પેને સુકાની કરી હતી. સ્ટીવ અને મને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને ટીમમાં અન્ય ઘણા સિનિયર અને યુવા ખેલાડીઓ છે. મેં તેની અપેક્ષા નહોતી કરી અને હું તેના માટે આભારી છું.” આપને જણાવી દઈએ કે, પાંચ સભ્યોની પેનલે પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથનું ઈન્ટરવ્યૂ લીધુ હતુ. જોકે મુખ્ય કોચ જસ્ટિન લેંગર તેમા સામેલ નહોતા. સ્ટીવ સ્મિથ ફરી એકવાર નેતૃત્વની ભૂમિકામાં પરત ફરી રહ્યો છે. બોલ ટેમ્પરિંગ કેસ બાદ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર તે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનવા જઈ રહ્યો છે.

https://twitter.com/CricketAus/status/1464055317847625734?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1464055317847625734%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.prabhatkhabar.com%2Fsports%2Fcricket%2Fpat-cummins-is-becomes-the-new-australia-test-captain-before-ashes-series-rkt

આ પણ વાંચો – IND Vs NZ / શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી શાનદાર સદી, આ ક્લબમાં થયો સામેલ

ટેસ્ટ કેપ્ટન તરીકે પેટ કમિન્સનાં ખભા પર એશિઝ સીરીઝની પ્રથમ જવાબદારી હશે. 8 ડિસેમ્બરથી એશિઝ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. જણાવી દઇએ કે, તે ઓસ્ટ્રેલિયાનો 47મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. માત્ર 18 વર્ષની વયે 17 નવેમ્બર 2011નાં રોજ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કમિન્સને 28 વર્ષની ઉંમરે ટેસ્ટ કેપ્ટનશિપ મળી છે.