- રાધનપુરમાં હિટ એન્ડ રનની ઘટના
- કાર ચાલકે રાહદારીને લીધો અડફેટે
- કારની અડફેટે આવેલા રાહદારીનું મોત
- અકસ્માત સર્જી કારચાલક ફરાર
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારી નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રાહદારી ગોતરકા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અને તેનું નામ આશારામ મહારાજ હોવાનું જાણવા મળ્યુ છે. જો કે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ આ ઘટના અંગે પોલીસને જાન કરતા પોલ્સનો કાફલો પણ આવી પહોચ્યો અને સ્થાનિકોની મદદથી 108 મારફતે મૃતકને PM માટે રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ મૃતક અંગે પરિવારજનોને જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ઘરના વડીલનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ
સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!
Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે
Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે
