Patan/ ઓનલાઇન પરીક્ષા બાદ હવે HNGU યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

ઓનલાઇન પરીક્ષા બાદ હવે પાટણની HNGU યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા પ્રારંભ થઇ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કોવિડ ૧૯ ની ગાઇડલાઇન મુજબ ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરીને

Gujarat Others
HNGU

@પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ-પાટણ

ઓનલાઇન પરીક્ષા બાદ હવે પાટણની HNGU યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા પ્રારંભ થઇ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કોવિડ ૧૯ ની ગાઇડલાઇન મુજબ ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરીને વિઘાર્થીઓની સુરક્ષા સાથે પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. HNGU યુનિવર્સિટી દ્વારા ૨૮ પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. જેમાં ૦૫ હજારથી વઘુ પરીક્ષાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી રહ્યા છે. HNGUદ્વારા શરુ કરાયેલ ઓફલાઇન પરીક્ષા હાલમાં સેમિસ્ટર ૦૨ અને ૦૬ ની લેવાઇ રહી છે.

કોરોના મહામારી વચ્ચે યોજાયેલ ઓનલાઇન પરીક્ષામાં જે વિઘાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હોય તે વિઘાર્થીઓ માટે તેમજ પરીક્ષાથી વંચિત રહેલ વિઘાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. ૨૮ પરીક્ષા કેન્દ્રો પર ૦૫ હજારથી વઘુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.