Reality Show/ ઉત્તરાખંડનાં પવનદીપ રાજન બન્યા ઈન્ડિયન આઇડલ 12 નાં વિજેતા

ઈન્ડિયન આઇડલ 12 નો વિજેતા હવે આપણી સમક્ષ આવી ગયો છે. પવનદીપ રાજને લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો જીતી લીધો છે.

Entertainment

ઈન્ડિયન આઇડલ 12 નો વિજેતા હવે આપણી સમક્ષ આવી ગયો છે. પવનદીપ રાજને લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો જીતી લીધો છે. શો ની સફળતાની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ 12 કલાક લાંબા ફિનાલેનું આયોજન કર્યું હતું. ઈન્ડિયન આઇડલ 12 સૌથી લાંબી સીઝન રહી હતી અને ધમાકેદાર અંત સાથે, રિયાલિટી ટીવીમાં નવા યુગની શરૂઆત કરી. શો નાં વિજેતાને 25 લાખનું રોકડ ઇનામ મળ્યું, સંગીત ઉદ્યોગ દ્વારા રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ ઓફર અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો – Birthday / ખુબ જ નાની ઉંમરે ગાવાનું શરુ કર્યું હતું સુનિધિ ચૌહાણે, જાણો બોલીવૂડમાં કોણે આપ્યો હતો પહેલો બ્રેક

નાના પડદાનાં સુપરહિટ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ નું ગ્રાન્ડ ફિનાલે રવિવારે સમાપ્ત થયું. 15 ઓગસ્ટનાં આ ખાસ પ્રસંગે, ઈન્ડિયન આઇડલ 12 ને વિજેતા મળ્યો છે. 12 કલાકનાં આ એપિસોડમાં, તમામ સ્પર્ધકોએ એક પછી એક તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને તમામ પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા હતા. શો નાં અંત સુધી, 6 સ્પર્ધકો પવનદીપ રાજન, અરુણિતા કાન્જીલાલ, સન્મુખપ્રિયા, મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે અને નિહાલ તારો વચ્ચે નજીકની લડાઈ જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, આ વખતે ઈન્ડિયન આઇડલ 12 નાં ફાઇનલમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. પવનદીપ રાજન ઈન્ડિયન આઇડોલ 12 નો ચેમ્પિયન બન્યો છે. વિજેતા પવનદીપને ચમકતી ટ્રોફી મળી, જે સોનેરી રંગની છે. આ ટ્રોફી પર 12 લખેલું છે. ઈન્ડિયન આઈડલ 12 વિજેતા પવનદીપને 25 લાખની રોકડ રકમ અને ઈનામ તરીકે કાર પણ મળી છે. મીડિયા અહેવાલો અનુસાર, વિજેતા સંગીત ઉદ્યોગ સાથે મોટો કરાર પણ મેળવી શકે છે. આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન આઈડલ 12 ની ગ્રાન્ડ ફિનાલે 12 કલાક સુધી ચાલી હતી. તેમાં 40 થી વધુ એક્ટર્સ અને 200 ગીતો થયા હતા. ઉદિત નારાયણ, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, જાવેદ અલી અને રેપર મીકા સિંહ જેવા ગાયકોથી લઈને ‘શેરશાહ’ જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ અંતિમ સમારોહને મજેદાર બનાવ્યો છે.

આ પણ વાંચો – Wedding / અનિલ કપૂરની નાની પુત્રી રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, મોડી રાતે શરૂ થઈ લગ્નની તૈયારી

ઈન્ડિયન આઇડોલ શો માં સ્પર્ધકોએ એક પછી એક શાનદાર પરફોર્મન્સ આપ્યા છે. ગ્રાન્ડ ફિનાલેની વાત કરીએ તો, સામાન્ય રીતે માત્ર 5 સ્પર્ધકો ‘ઈન્ડિયન આઇડલ’નાં ફાઇનલમાં ભાગ લે છે, પરંતુ આ વખતે સ્પર્ધકોની જબરદસ્ત પ્રતિભાએ નિર્માતાઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા, જેના કારણે ‘ઈન્ડિયન આઇડોલ 12’ નાં ગ્રાન્ડ ફિનાલેમાં 6 સ્પર્ધકો પહોંચ્યા હતા. સોનુ કક્કર, અનુ મલિક અને હિમેશ રેશમિયા આ શો માં જજ તરીકે જોવા મળ્યા છે.