સુનિધિ ચૌહાણ બોલીવુડની પ્રખ્યાત ગાયિકા છે. તેનો જન્મ 14 ઓગસ્ટ 1983 ના રોજ થયો હતો. તેણે માત્ર 11 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી સુનિધિ ચૌહાણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને અત્યાર સુધી ત્રણ હજારથી વધુ ગીતો ગાયા છે. 1996 માં, સુનિધિએ દૂરદર્શનના રિયાલિટી શો ‘મેરી આવાઝ સુનો’માં ભાગ લીધો હતો. તેણી આ સ્પર્ધા જીતવામાં પણ સફળ રહી હતી.
આ પણ વાંચો :અનિલ કપૂરની નાની પુત્રી રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, મોડી રાતે શરૂ થઈ લગ્નની તૈયારી
સંગીત નિર્દેશક આદેશ શ્રીવાસ્તવે સુનિધિ ચૌહાણે સાંભળી અને 1996 ની ફિલ્મ ‘શસ્ત્ર’માં’ લડકી દીવાની દેખો ‘ગીત ગાવાની તક આપી. આ ગીતને આદેશ શ્રીવાસ્તવે કમ્પોઝ કર્યું હતું. આ રીતે સુનિધિએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

આ પછી સુનિધિ ચૌહાણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની તક મળી, પરંતુ તેની સાચી સફળતા 1999 ની ફિલ્મ ‘મસ્ત’ ના ગીત ‘રૂકી રુકી સી જિંદગી’ સાથે આવી. આ ગીત તે સમયે ભારે હિટ બન્યું હતું અને સુનિધિ બોલિવૂડના પ્રખ્યાત ગાયકોની યાદીમાં જોડાઈ હતી.
આ પણ વાંચો : પતિના અવસાન બાદ મંદિરા બેદી કામ પર પરત ફરી
આ પછી સુનિધિએ બોલિવૂડમાં ઘણા હિટ ગીતો આપ્યા. હિન્દી ઉપરાંત, તેણીએ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, નેપાળી અને ઉર્દૂમાં પણ પોતાની ગાયકીની છાપ છોડી. ઉમદા ગાયીકીને કારણે તે કેટલાય એવોર્ડોથી સમ્માનિત થઈ ચૂકી છે. અવાજની સાથે સાથે તે સુંદર પણ છે. તેમણે 2013માં દુનિયાની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલામાં સ્થાન મેળવ્યું હતું.

સુનિધિ ચૌહાણના પહેલા લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર બોબી ખાન સાથે થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને વર્ષ 2003 માં બંને અલગ થઈ ગયા. સુનિધિએ 2012 માં તેના મિત્ર અને સંગીત નિર્દેશક હિતેશ સોનિકને ડેટ કર્યો હતો. તેમને એક પુત્ર તેગ સોનિક છે.
આ પણ વાંચો :ચેહરે ફિલ્મના નિર્દેશક રૂમી જાફરીએ રિયા ચક્રવતીની કરી પ્રશંસા
આ પણ વાંચો :રાની મુખર્જીએ ખરીદ્યું આ વૈભવી ઘર, તસવીરો જોઈ અંજાઈ જશો
આ પણ વાંચો :રાજ કુંદ્રાની વધી મુશ્કેલી, ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ માટે બનાવી SIT
