Not Set/ Paytm એ ફરી 5 વર્ષ માટે BCCI નાં ટાઇટલ સ્પોન્સરનો અધિકાર મેળવ્યો

પેટીએમનાં માલિક ‘વન 97 કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ’એ બુધવારે બીસીસીઆઈની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચોમાં સ્પોન્સર હકો જાળવી રાખ્યા છે, જેમાં દરેક મેચ માટે 3.80 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ બુધવારે પેટીએમ સાથેનાં સોદાની ઘોષણા કરી હતી, જેણે વર્ષ 2015 માં આ અધિકારો ચાર વર્ષ માટે મેળવ્યા હતા. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું […]

Uncategorized
Know who will be BCCI’s sponsor for domestic Paytm એ ફરી 5 વર્ષ માટે BCCI નાં ટાઇટલ સ્પોન્સરનો અધિકાર મેળવ્યો

પેટીએમનાં માલિક ‘વન 97 કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ’એ બુધવારે બીસીસીઆઈની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચોમાં સ્પોન્સર હકો જાળવી રાખ્યા છે, જેમાં દરેક મેચ માટે 3.80 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ બુધવારે પેટીએમ સાથેનાં સોદાની ઘોષણા કરી હતી, જેણે વર્ષ 2015 માં આ અધિકારો ચાર વર્ષ માટે મેળવ્યા હતા.

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બોલી 326.80 કરોડ રૂપિયાની હતી, જે 2019-23ની સ્થાનિક સીઝન માટે આપવાની હતી. વિજેતા બોલી 3.80 કરોડ રૂપિયાની રહી, જે અગાઉની મેચની તુલનામાં 58 ટકા વધી હતી.’ બીસીસીઆઈનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ જૌહરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મને આ ઘોષણા કરતા ખુબ ખુશી થઇ રહી છે કે પેટીએમ બીસીસીઆઈની હોમ સિરીઝનો ટાઇટલ સ્પોન્સર બનશે. પેટીએમ એ ભારતની નવી પેઢીની કંપનીઓમાં એક છે. અમને ગર્વ છે કે પેટીએમ ભારતીય ક્રિકેટ સાથેની પોતાની પ્રતિબદ્ધતા ચાલુ રાખી રહ્યું છે.

પેટીએમનાં સ્થાપક અને સીઈઓ વિજય શેખર વર્માએ કહ્યું, “અમે બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ટીમ સાથે લાંબુ જોડાણ ચાલુ રાખીને ખુશ છીએ. ભારતીય ક્રિકેટ સાથેની અમારી પ્રતિબદ્ધતા દર સિઝનમાં મજબૂત થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.