ભારતમાં હાલ આરબીઆઇ તમામ બેકો પર બારિકાઇથી નજર રાખી રહી છે અને થોડી પણ ભૂલ થાય તો દંડ ફટકારે છે,થોડા દિવસ પહેલા જ સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયાને દંડ ફટકાર્યો હતો. દેશની અગ્રણી પેમેન્ટ બેન્કોમાંની એક પેટીએમ પેમેન્ટ્સ બેન્કને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમોના ઉલ્લંઘન માટે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને ફટકાર લગાવી છે. જેમાં PPBLને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ચુકવણી અને સમાધાનની કલમ 6 (2) ના ઉલ્લંઘન બદલ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પેટીએમ(Paytm) પેમેન્ટ્સ બેંકનો કેસ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટના નિયમોના ભંગ સાથે જોડાયેલો છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે અધિકૃતતાનું અંતિમ પ્રમાણપત્ર મેળવવા માટે પેટીએમ પેમેન્ટ્સ બેંકની અરજીની તપાસ કરતા અમને જાણવા મળ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કે એવી માહિતી આપી છે જે વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી.પેટીએમ પેમેન્ટ્સ બેન્કે એવી માહિતી આપી છે જે વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી. “આ ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમની કલમ 26 (2) નું ઉલ્લંઘન હોવાથી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નોટિસ આપવામાં આવી હતી
પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપરાંત આરબીઆઈએ અન્ય કેસમાં વેસ્ટર્ન યુનિયન ફાઈનાન્સિયલ સર્વિસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. સેન્ટ્રલ બેન્કે વેસ્ટર્ન યુનિયનને 27.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે વેસ્ટર્ન યુનિયન દ્વારા મની ટ્રાન્સફર સર્વિસ સ્કીમ (MTSS) ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન યુનિયનને નાણાકીય વર્ષમાં 30 થી વધુ રેમિટન્સની મંજૂરી આપવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
