Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના સરખેજ (Sarkhej) વિસ્તારમાં PCBએ દરોડા (raid) પાડતા 9 શકુનિઓની અટકાયત (arrest)કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. PCB (Preventaition of Crime Branch)ને બાતમી મળતા રહેણાંક મકાન પર દરોડા પાડી શકુનિઓની અટકાયત કરી અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.
મળતી માહિતી મુજબ શહેરના પોશ એરિયા કહેવાતા એવા સરખેજ વિસ્તારમાં જુગારીઓ બેફામ બન્યા. સરખેજમાં રહેણાંક મકાન જુગારનો અડ્ડો બન્યો. અત્યારે લોકો થર્ટી ફસ્ટની ઉજવણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુંડાતત્વો બેફામ ના બને અને શહેરની શાંતિ ના ડહોળાય માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસ સહિત અન્ય ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. PCB પણ શહેરમાં દારૂ તેમજ ડ્રગ્સ જેવા નશાકારક દ્રવ્યોનું વેચાણ થતું રોકવા પૂરતા પ્રયાસ કરતા તમામ સ્થાનો પર ચેકિંગ હાથ ધર્યું છે.
શહેરના રહેણાંક મકાનને જુગારીઓ પોતાનો અડ્ડો બનાવ્યો. PCBએ મળેલ બાતમીના આધારે આ રહેણાંક મકાનમાંથી જુગઠું રમતા 9 શકુનિઓની અટકાયત કરી. આ સાથે પોલીસે જુગારના અડ્ડા પરથી રૂ. 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ રહેણાંક મકાન પર પંહોચી તેની જાણ થતાં જ 4 આરોપીઓ ફરાર થઈ ગયા. દરોડા દરમિયાન ફરાર 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા.
પોલીસે રાજ્યભરમાં દેશી દારૂના વેચાણની ગેરપ્રવૃત્તિ રોકાવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન સાબરકાંઠામાંથી દેશી વિશાળ ભઠ્ઠી ઝડપી પાડતા 1172 લીટર જેટલો દેશી દારૂ જપ્ત કર્યો. ભઠ્ઠી પર દારુ ગાળતા બે શખ્સોની પોલીસે અટકાયત કરી.
આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી
આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો
આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
