લીગલ નોટિસ/ PDPએ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ મોકલી,મહેબૂબા પર કાયદાના દુરુપયોગનાે આરોપ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ  આરોપો લગાવવા બદલ જમ્મુ -કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે

Top Stories India
mufti PDPએ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ મોકલી,મહેબૂબા પર કાયદાના દુરુપયોગનાે આરોપ

જમ્મુ -કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ  આરોપો લગાવવા બદલ જમ્મુ -કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સત્યપાલ મલિકે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે મહેબૂબા મુફ્તીએ 2001 માં રોશની એક્ટનો પણ લાભ લીધો હતો.

તેમણે કહ્યું હતું કે આ કાયદા હેઠળ જે લોકો સરકારી જમીન પર કબજો ધરાવતા હતા તેમને તેમની માલિકીના અધિકારો આપવામાં આવ્યા હતા. સત્ય પાલ મલિકે કહ્યું હતું કે આ કાયદાનો લાભ લઈને મહેબૂબા મુફ્તીએ પણ જમીન તેમના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી.

અા મામલે  મહેબૂબાએ કહ્યું હતું કે મને રોશની એક્ટનો લાભાર્થી કહેનાર સત્યપાલ મલિકનું નિવેદન સંપૂર્ણપણે ખોટું અને વાહિયાત છે. મારી કાનૂની ટીમ તેમની સામે કેસ કરવાની તૈયારી કરી રહી છે. તેણીએ ટ્વિટ કર્યું હતું કે તેણી પાસે તેની ટિપ્પણી પાછી ખેંચવાનો વિકલ્પ છે, જો તે નિવેદન પાછું નહી ખેચે તો  હું કાનૂનનો આશરો લઈશ. જે બાદ મહેબૂબાએ હવે સત્યપાલ મલિકને કાનૂની નોટિસ પાઠવી છે.

ફારુક અબ્દુલ્લા સરકાર દ્વારા રોશની એક્ટ લાવવામાં આવ્યો હતો. જો કે, જમ્મુ -કાશ્મીર હાઈકોર્ટે તેને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ યોજનાને રદ કરી દીધી હતી અને યોજનાના લાભાર્થીઓની તપાસ માટે સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો