Not Set/ લોકો ડરમાં, તાલિબાનીઓ મોજમાં, જુઓ આ આતંકીઓનો થીમ પાર્કમાં મજા માણતો વીડિયો

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત થઇ ગઇ છે. તાલિબાનનાં પ્રવેશ સાથે કાબુલનાં લોકોમાં ભય પણ પ્રવેશી ગયો છે.

Top Stories World
1 157 લોકો ડરમાં, તાલિબાનીઓ મોજમાં, જુઓ આ આતંકીઓનો થીમ પાર્કમાં મજા માણતો વીડિયો

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત થઇ ગઇ છે. તાલિબાનનાં પ્રવેશ સાથે કાબુલનાં લોકોમાં ભય પણ પ્રવેશી ગયો છે. જ્યાં સામાન્ય લોકો તેમના ઘરોમાં કેદ થઇ ગયા છે, ત્યાં તાલિબાન આતંકવાદીઓ લૂંટ ચલાવી રહ્યા છે. તાલિબાન આતંકવાદીઓએ કાબુલમાં થીમ પાર્ક પર કબજો કર્યો છે. અહીં બાળકોની ઇલેક્ટ્રિક કાર (Go Carting) ચલાવી હતી અને તેના પર બેસી ખૂબ મસ્તી કરી હતી. કાબુલની શેરીઓમાં બે દિવસથી આતંકવાદીઓનું શાસન છે. અહીં તાલિબાન લડવૈયાઓએ જેલમાં કેદ કરાયેલા ભયાનક આતંકવાદીઓને મુક્ત કર્યા છે. દુકાનો કબજે કરી લીધી છે. માલ લૂંટી લીધો છે. દરમિયાન, કાબુલ એરપોર્ટ પર શું થયું તે જોઈને સમગ્ર વિશ્વ પણ ચોંકી ગયું છે.

https://twitter.com/NewsForAllUK/status/1427367923132346368?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427367923132346368%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.naidunia.com%2Fworld-kabul-videos-taliban-terrorists-looting-fun-swinging-on-theme-park-driving-cars-see-latest-photo-videos-7004844

આ પણ વાંચો – કાબુલ એરપોર્ટ / યુએસ એરફોર્સના ઉડતા વિમાનમાંથી ત્રણ લોકો પડ્યા, દેશ છોડવા માટે ટાયર પર બેઠા હતા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં હથિયારો સાથે જોવા મળે છે. રાજધાની કાબુલમાંથી કેટલાક વીડિયો સામે આવ્યા છે અને એક અલગ વીડિયોમાં તાલિબાન લડવૈયાઓ પાર્કમાં ઘોડા પર સવારી કરતા જોવા મળે છે. એટલે કે, એક રીતે, અફઘાનિસ્તાન ભયનાં પડછાયા હેઠળ જીવવા માટે મજબૂર છે, લોકોએ શાંતિ ગુમાવી દીધી છે, બીજી બાજુ, તાલિબાનનાં આતંકીઓ રાજધાનીમાં મજા માણી રહ્યા છે અને વિશ્વભરનાં લોકો, દુનિયાની તમામ શક્તિશાળી દેશો… અસહાય થઇને… માથું ઝુકાવીને, અસહાય અફઘાન સામે જોઈ રહ્યા છે. અફઘાનિસ્તાનનાં લોકોને મદદ કરવા માટે કોઈ આગળ આવી રહ્યુ નથી. અમેરિકાએ હવે આ મામલે પોતાને અલગ કરી દીધુ છે. જ્યારે ચીન, પાકિસ્તાન અને રશિયાએ તાલિબાનને ટેકો આપ્યો છે. ઈરાન અને તુર્કી માન્યતા આપશે અને આ બધાની વચ્ચે સામાન્ય અફઘાનનું શું થશે તેની કોઈને પરવા પણ નથી.

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / કાબુલમાં ભારતે બનાવેલી સંસદ પર તાલિબાની આતંકવાદીઓએ કર્યો કબ્ઝો, Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની સંસદમાં ઘૂસી ગયા છે. તેમના હાથમાં અત્યાધુનિક હથિયારો છે અને તે સ્પીકરની ખુરશીથી બાકીની બેઠકો સુધી બંદૂકો લઈને બેઠા છે. એક દિવસ પહેલા આ આતંકવાદીઓએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિનાં મહેલ પર કબ્ઝો કરી લીધો હતો અને હવે સંસદ પણ તેમના નિયંત્રણમાં આવી ગઈ છે. વીડિયોમાં કેટલાક તાલિબાન આતંકવાદીઓ બેઠકો પર હથિયારો સાથે બેઠેલા જોવા મળે છે જ્યાં તત્કાલીન અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંસદનું સંયુક્ત સત્ર માત્ર બે અઠવાડિયા પહેલા બોલાવ્યું હતું.