જમ્મુ કાશ્મીર/ પથ્થરમારામાં શામેલ લોકો હવે નહીં જઈ શકે વિદેશ, સરકારી નોકરીઓ પણ નહીં મળે

કાશ્મીર સીઆઇડીએ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં ન આવે.

Top Stories India
જમ્મુ કાશ્મીર

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો વિરુદ્ધ મોટું પગલું ભરવામાં આવ્યું છે. પથ્થરબાજી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ યુવાઓને સરકારી નોકરી નહીં મળે અને તેમના પોસપોર્ટનું વેરિફિકેશન કરવામાં નહીં આવે. આ અંગે કાશ્મીર સીઆઇડીએ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં ન આવે.

આ પણ વાંચો :ભાજપનાં સાંસદ કિરોડી લાલ મીણાની પોલીસે કરી ધરપકડ, જાણો કારણ

કાશ્મીર સીઆઇડીના એસએસપીએ આ પરિપત્ર જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું કે, પાસપોર્ટ, સરકારી નોકરી અથવા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા મામલાઓમાં કોઇ વ્યક્તિની સિક્યોરિટી ક્લિયરન્સ રિપોર્ટ તૈયાર કરાય તો તે સમયે ધ્યાન રાખવામાં આવે કે વ્યક્તિ પથ્થરબાજ, કાયદા-વ્યવસ્થા ભંગ કરવા કે કોઇ બીજા ગુનામાં સામેલ ન હોય. કોઇ એવું જણાય તો તેને સિક્યોરિટી ક્લિયરન્સ ન આપવામાં આવે.

cee935ad4618 5d18 442a be07 1187798d7cc07265269426025811058 પથ્થરમારામાં શામેલ લોકો હવે નહીં જઈ શકે વિદેશ, સરકારી નોકરીઓ પણ નહીં મળે

કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા એક સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો માટે એ જણાવવું જરૂરી હશે કે શું પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પાર્ટી અથવા સંગઠન સાથે જોડાયેલો છે?

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન વેપાર સંબંધોમાં પ્રગતિ માટે ભારતની મુલાકાત લેશે

અથવા કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લીધો છે? અથવા કોઈ વિદેશી મિશન અથવા સંગઠનની સાથે સંબંધ છે? અથવા જમાત-એ-ઇસ્લામી જેવી કોઈ નિર્ધારિત/પ્રતિબંધિત/પ્રતિબંધિત સંગઠનથી સંબંધ તો નથી? નવા સંશોધન પ્રમાણે સેવારત કર્મચારીઓને CIDથી ફરીવાર ખાતરી કરવાની જરૂરીયાતના મામલે અનેક જાણકારીઓ આપવી પડશે. આ અંતર્ગત નિયુક્તિની તારીખથી લઇને પોસ્ટિંગ અથવા પદોન્નતિનું વિવરણ આપવું પડશે.

આ ઉપરાંત કોઈના માતા-પિતા, પતિ અથવા પત્ની, બાળકો અને સાવકા પિતાની નોકરીનું વિવરણ આપવાનું રહેશે. 2020માં કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન અધિનિયમ, 2019ની કલમ 96 હેઠળ જારી જમ્મુ અને કાશ્મીર બીજો આદેશ, 2020ને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :ભાજપનાં મંત્રીએ લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવાની આપી સલાહ