Viral Video/ રેડ લાઇટ પર ઉભેલા માથા વિનાનાં શખ્સને જોઇ લોકો ખંજવાળવા લાગ્યા માથુ, જુઓ વીડિયો

ટેકનોલોજીનો વિસ્તાર થયા બાદ આજનાં આધુનિક યુગમાં આપણને રોજ અલગ-અલગ વીડિયો જોવા મળે છે.

Videos

ટેકનોલોજીનો વિસ્તાર થયા બાદ આજનાં આધુનિક યુગમાં આપણને રોજ અલગ-અલગ વીડિયો જોવા મળે છે. જેમા અમુક વીડિયો તો એવા છે કે જોયા બાદ તમે તમારી આંખો પર વિશ્વાસ પણ નહી કરી શકો. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે.

રાજકારણ / મેનકા ગાંધીનો કથિત ઓડિયો વાયરલ, પોલીસને આપ્યો એવો આદેશ જાણીને ચોંકી જશો

તમે ઘણાં છોકરાઓ અને છોકરીઓ સ્કૂટી ચલાવતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય રસ્તામાં કોઈ માથા વિનાનો વ્યક્તિ જોયો નહી હોય. અને તે મજાની સાથે સ્કૂટી પણ ચલાવે છે. આ વાયરલ વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે ચોંકી જશે. આ વીડિયો જોઈને લોકો એક તરફ ચોંકી ઉઠ્યા છે અને બીજી તરફ તેઓ પોતાનું હસવાનુ રોકી શકતા નથી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકો રસ્તા પર રેડ લાઈટ પર ઉભા છે. જ્યા એક સ્કૂટી ચલાવીને એક શખ્સ આવે છે જેનું માથુ જ નથી. આ શખ્સને જોઇ આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી ગયા હતા. તેઓ પણ વિચારવા લાગ્યા હતા કે આ શખ્સનું માથુ ક્યા ગયુ? આ વીડિયોની વિશેષ વાત આસપાસનાં લોકોનાં એક્સપ્રેસન્સ છે.

https://www.instagram.com/p/CQDslNQHA5N/?utm_source=ig_web_copy_link

સુરક્ષા પરિષદની બેઠક / એસ જયશંકરે પાક પર સાધ્યું નિશાન, આતંકવાદ સામે અપનાવો ‘ઝીરો ટોલરેંસ’ નીતિ

આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વાયરલ વીડિયો પર લોકો રમુજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક શખ્સે લખ્યું, પોલીસકર્મીઓને જુઓ, તેમણે હેલ્મેટ પહેર્યું નથી. બીજાએ લખ્યું, હાહાહાહા… ખૂબ જ ફની વીડિયો છે.