Business News/ યુદ્ધની સીધી અસર તમારા ખિસ્સા પર! પેટ્રોલ-ડીઝલ ₹12 અને સોનું ₹1.90 લાખે પહોંચવાની શક્યતા…

ખામેનીના મોત બાદ જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે તો ભારતમાં Petrol Diesel ₹105 અને સોનું ₹1.90 લાખ સુધી પહોંચી શકે છે. જાણો એક્સપર્ટ્સનું શું કહેવું છે.

Top Stories Business
Petrol Diesel Price Hike Iran War

Petrol Diesel Price Hike Iran War: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મોત બાદ શરૂ થયેલું મહાયુદ્ધ હવે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી રહ્યું છે. જો આ જંગ લાંબો ચાલ્યો અને ઈરાન ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (દરિયાઈ માર્ગ) બંધ કરશે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ, સોનું અને શેરબજારમાં મોટો ઉથલપાથલ જોવા મળશે.

Petrol Diesel Price Hike Iran War

Petrol Diesel: ₹105ને પાર જઈ શકે છે ભાવ

ભારત પોતાની જરૂરિયાતનું 90% તેલ આયાત કરે છે, જેમાંથી અડધોઅડધ જથ્થો હોર્મુઝની સામુદ્રધુનીના રસ્તે ભારત આવે છે, જે હાલના તણાવને કારણે જોખમમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 70 ડોલરથી વધીને 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ₹95 થી વધીને ₹105 અને ડીઝલ ₹88 થી વધીને ₹96 સુધી જવાની શક્યતા છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય સરકારના હાથમાં રહેશે, જ્યાં સરકાર ટેક્સમાં ઘટાડો કરીને સામાન્ય જનતા પરનો આર્થિક બોજ ઓછો કરવાનો પ્રયાસ કરી શકે છે.

સોનું-ચાંદી: રોકાણકારો માટે ‘સેફ હેવન’

યુદ્ધના સમયે અનિશ્ચિતતાને કારણે લોકો સોનામાં રોકાણ કરવું સૌથી સુરક્ષિત માને છે, જેના સીધા પરિણામે કિંમતો આસમાને પહોંચી શકે છે. અત્યારે જે સોનાનો ભાવ 1.60 લાખની આસપાસ છે, તે વધીને 1.90 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જવાની શક્યતા છે. આ જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે, જે 2.67 લાખથી વધીને 3.50 લાખ પ્રતિ કિલો સુધી જઈ શકે છે

શેરબજાર: સોમવારે કડાકાના સંકેત

માર્કેટ એક્સપર્ટ્સના મતે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ 1 થી 1.5% નો ઘટાડો જોવા મળી શકે છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો બોલી શકે છે.

શું છે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ અને તે કેમ મહત્વનું છે?

હોર્મુઝ સ્ટ્રેટ એ 167 કિમી લાંબો એવો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% જેટલો જંગી હિસ્સો પસાર થાય છે. ઈરાન પાસે આ ભૌગોલિક રસ્તો બંધ કરવાનું એક શક્તિશાળી ‘જીઓપોલિટિકલ હથિયાર’ છે, જેનો ઉપયોગ તે જરૂર પડ્યે કરી શકે છે. જો આ રસ્તો કોઈ કારણસર બંધ થાય, તો માત્ર તેલ જ નહીં પણ ભારતની ચા, મસાલા અને એન્જિનિયરિંગ સામાનની નિકાસ (Export) ને પણ મોટો આર્થિક ફટકો પડી શકે છે.

ભારતની તૈયારી શું છે?

ભારત સરકાર આ સંકટને પહોંચી વળવા માટે અન્ય દેશો પાસેથી તેલની ખરીદી વધારી રહી છે. આ ઉપરાંત, જરૂર પડ્યે ભારત તેના ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’ (SPR) એટલે કે સુરક્ષિત ભંડારમાંથી તેલનો ઉપયોગ કરી શકે છે.


આ પણ વાંચો: પેટ્રોલ શું GST ના દાયરામાં આવશે ? સિગારેટ પર સરકાર લઈ રહી છે મોટો નિર્ણય!

આ પણ વાંચો: ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી

આ પણ વાંચો: નાઈજીરીયામાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70ના મોત