Pakistan/ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 127 રૂપિયે પહોંચતા હાહાકાર મચ્યો

પાકિસ્તાનના નાણા મંત્રી શૌકત તરીને પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારા અંગે બચાવ કરતા કહ્યું છે કે, તેમની કિંમત પાડોશી દેશો કરતા ઓછી છે. આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલમાં વધારો થયો છે.

Top Stories World
petrol diesel price hike

માત્ર ભારત જ નહિ પરંતુ પાડોશી દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 127 રૂપિયા પ્રતિ લીટર પહોચી ગયો છે. ઇમરાન ખાન સરકાર તરફ પાકિસ્તાન વાસીઓ તરફથી હુમલો કરવામાં આવ્યો છે. ઇમરાન ખાન સરકારે કહ્યું છે કે, ભારત અને બાંગ્લાદેશ કરતા પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું છે. સીએનજી અને પીએનજીના ભાવ ભારત અને અન્ય પાડોશી દેશોમાં ખૂબ જ ઝડપથી વધ્યા છે. ક્રુડના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

પાકિસ્તાન સરકારે શુક્રવારે પેટ્રોલના ભાવમાં ચાર રૂપિયાનો અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલનો ભાવ ચાર રૂપિયાના વધારા સાથે 127.30 રૂપિયા પર પહોચી ગયો છે. હાઈસ્પીડ ડીઝલનો ભાવ બે રૂપિયાના ભાવ વધારા સાથે 122.04 પર પહોચી ગયો છે. ડીઝલ સામાન્ય રીતે ખેતી અને પરિવહનમાં મુખ્યત્વે ઉપયોગ થાય છે. પાકિસ્તાન સરકારે કેરોસીનની કિંમતમાં પણ સાત રૂપિયાનો વધારો કર્યો છે અને તેનો ભાવ 99.31 રૂપિયા પહોચી ગયો છે.

પાકિસ્તાનના નાણા મંત્રી શૌકત તરીને પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારા અંગે બચાવ કરતા કહ્યું છે કે, તેમની કિંમત પાડોશી દેશો કરતા ઓછી છે. આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકાર ક્રુડ ઓઈલ પર પહેલેથી 2 અરબ રૂપિયાનો બોઝ સહન કરી રહી છે તેવું તેમણે જણાવ્યું હતું.

ગ્લોબલ પેટ્રોલ પ્રાઈઝ વેબસાઈટ અનુસાર, બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત 89 રૂપિયા પ્રતિ લીટર છે. શ્રીલંકામાં 184 રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળમાં 130 રૂપિયા પ્રતિ લીટર અને ભારતમાં 102.14 રૂપિયા પ્રતિ લીટર છે.