ભાવ વધારો/ શિવસેનાએ ભાજપને પૂછ્યું – શું આ છે સારા દિવસો?

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને કારણે દેશવાસીઓ નારાજ છે. જોકે, છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી, પરંતુ હજી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસને અસર કરી રહ્યા છે.

Top Stories India

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને કારણે દેશવાસીઓ નારાજ છે. જોકે, છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી, પરંતુ હજી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસને અસર કરી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે 90.58  અને 80.97 રૂપિયા છે જ્યારે દેશમાં આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ. 97.00 અને 88.06 છે. મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેનાએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે. શિવસેનાએ મુંબઈમાં વિવિધ સ્થળોએ હોર્ડિંગ્સ લગાવીને ભાજપને પૂછ્યું છે કે શું આ છે સારા દિવસો. આ હોર્ડિંગ્સ પર પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવો લખેલા છે. આ હોર્ડિંગ્સ શિવસેનાના યુવા એકમ યુવા સેના દ્વારા લગાવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં એક રૂપિયાના ઘટાડાની ઘોષણા કરી હતી, જે 22 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી લાગુ થશે. રાજ્યના નાણાં પ્રધાન અમિત મિત્રાએ કહ્યું હતું કે આ પગલાથી લોકોને બળતણના ભાવમાં થયેલા વધારાથી થોડી રાહત મળશે. મિત્રાએ જણાવ્યું હતું કે, “પેટ્રોલમાંથી ટેક્સ રૂપે કેન્દ્રમાં લિટર દીઠ 32.90 રૂપિયા (20 ફેબ્રુઆરીએ) મળે છે, જ્યારે રાજ્યને ફક્ત 18.46 રૂપિયા મળે છે. ડીઝલની બાબતમાં, કેન્દ્ર સરકારને ચૂકવવામાં આવેલો વેરો 31.80 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે રાજ્યને રૂ. 12.77 ની આસપાસ મળે છે. “

માયાવતીએ કહ્યું આવું..

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રવિવારે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર પાસે સમાધાન માંગ્યું હતું. બસપાના વડાએ રવિવારે ટિ્‌વટ કર્યું હતું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પરના સરકારી નિયંત્રણને હટાવ્યા પછી, જે રીતે અવિરત રીતે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં સર્વત્ર હોબાળો મચ્યો છે અને સામાન્ય જતનાનું જીવન ખૂબ જ દુ:ખથી ત્રસ્ત છે. સરકારે પરિસ્થિતિની ગંભીરતા પર ધ્યાન આપીને સમાધાન નીકળવું જોઈએ. “