એક તરફ કોરોનાએ નોકરીઓ છીનવીને લોકોની આર્થિક સ્થિતિ નબળી કરી છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય લોકોના ખિસ્સાને વધુ ઢીલાં કરી રહી છે. જ્યારે જનતા સરકાર પાસેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની આશામાં છે, તેના ભાવ ઘટાડવાને બદલે, દિવસેને દિવસે ભાવ વધતા જાય છે. આવી સ્થિતિમાં એક રાહતનો સમાચાર આવી રહ્યો છે કે ટૂંક સમયમાં તેની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.
દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દૂધ, જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની સાથે આજે ફરી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે. જો કે રાહતની વાત એ છે કે આજે ડિઝલની કિંમતમાં કોઈ ભાવ વધારો કરાયો નથી.આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.06 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.28 રૂપિયા પર પહોંચી ગઈ છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.83 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.88 રૂપિયા પર પહોંચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.72 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.75 રૂપિયા પર પહોંચી ગઈ છે .
