ભાવ વધારો/ દશેરાનાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવે લગાવી છલાંગ, જાણો તમારા શહેરમાં શું છે નવા રેટ

દશેરાની ઉજવણીમાં આજે પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકને મોટી તકલીફ પહોંચાડી છે. આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે.

Top Stories Business
પેટ્રોલ-ડીઝલ ભાવ વધારો

દશેરાની ઉજવણીમાં આજે પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકને મોટી તકલીફ પહોંચાડી છે. આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં આજે એટલે કે શુક્રવારે ઈન્ડિયન ઓઇલ પંપ પર એક લીટર પેટ્રોલ 105.14 રૂપિયામાં અને ડીઝલ 93.87 રૂપિયામાં ઉપલબ્ધ છે. વળી, રાંચીમાં પેટ્રોલ અને ડીઝલ લગભગ સમાન દરે વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો – અહેવાલ / વૈશ્વિક ભૂખમરા ઈન્ડેક્સમાં ભારત 101મા સ્થાને, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ આગળ

ઓક્ટોબરનાં આ 15 દિવસમાં પેટ્રોલ 3.50 રૂપિયા, ડીઝલ 4.00 રૂપિયા મોંઘુ થયું છે. આ મહિનાની પહેલી તારીખે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. છેલ્લા મહિનાનાં છેલ્લા દિવસોથી વધવા લાગતા પેટ્રોલનાં ભાવ આજે પણ અટક્યા નથી. વચ્ચે તેને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી કાચા તેલની વાત છે, તે હાલમાં $ 85 ની આસપાસ છે. ઝારખંડની રાજધાની રાંચીમાં આજે પેટ્રોલની કિંમત 99.60 રૂપિયા અને ડીઝલની કિંમત 99.07 રૂપિયા પ્રતિ લીટર છે. આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતનાં આધારે બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ફેરફાર કરે છે.

આ પણ વાંચો – કોરોના ઉત્પતિની / તપાસ માટે WHOની ટીમમાં ભારતીય વૈજ્ઞાનિક સામેલ,તપાસમાં ભારતે રસ દાખવ્યો

તમે દરરોજ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ SMS દ્વારા ચકાસી શકો છો. ઈન્ડિયન ઓઇલ (IOC) નાં ગ્રાહકો RSP <ડીલર કોડ> નંબર 9224992249 પર મોકલી શકે છે અને HPCL ગ્રાહકો HPPRICE <ડીલર કોડ> 9222201122 નંબર પર મોકલી શકે છે. BPCL ગ્રાહકો RSP <ડીલર કોડ> 9223112222 નંબર પર મોકલી શકે છે.