ભાવ વધારો/ રવિવારે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આજનો ભાવ

હાલના સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.

Business
1 242 રવિવારે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં વધારો કરી દીધો છે. હાલના સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધતાં જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત  પેટ્રોલમાં 34 પૈસા,ડીઝલમાં 18 પૈસા વધતાં જોવા મળી રહ્યા છે . જેમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.40/-રૂ,ડીઝલનો ભાવ પ્રતિ લિટર 96.26/-રૂ. કરાયો છે. વધતાં જતાં ભાવ ને લીધે કોમનમેનને માઠી અસર પડતી જોવા મળી રહી છે .

દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ  99.51 રૂપિયા અને ડીઝલનો ભાવ  89.36 રૂપિયા પ્રતિ લીટર છે.  મહત્વનું  છે કે દેશના લગભગ 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે  ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.