ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી ઝીંકાયો વધારો, સામાન્ય નાગરિક પર મોંધવારી માર

એક તરફ કોરોનાવાયરસે લોકોની કમર તોડી નાખી છે, ત્યા બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવનાં કારણે સામાન્ય નાગરિક માટે જીવન જરૂરી વસ્તુઓ લેવી પણ મુશ્કેલી બની રહે તેવો માહોલ બન્યો છેે.

Business
  • પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં 11મા દિવસે ભાવવધારો
  • પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો
  • ડીઝલમાં પ્રતિ લિટર 36 પૈસાનો વધારો
  • સતત ભાવ વધતાં કોમનમેનને મોંઘવારીનો માર
  • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને

એક તરફ કોરોનાવાયરસે લોકોની કમર તોડી નાખી છે, ત્યા બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવનાં કારણે સામાન્ય નાગરિક માટે જીવન જરૂરી વસ્તુઓ લેવી પણ મુશ્કેલી બની રહે તેવો માહોલ બન્યો છેે. જી હા, આજે 11 માં દિવસે પણ આ ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે.

Election / અમદાવાદમાં આજે ભાજપ કરશે મેગા રોડ શો, આ રહેશે આકર્ષણનું કેન્દ્ર

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. આજે એકવાર ફરી આ ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 36 પૈસાનો વધારો ઝીંકાયો છે. સતત વધતા ભાવ વધારાનાં કારણે સામાન્ય નાગરિકને મોંઘવારીનો માર પડી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાન પછી હવે મધ્ય પ્રદેશમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. સામાન્ય પેટ્રોલ ગઇકાલે રાજસ્થાનનાં ગંગાનગરમાં 100 રૂપિયાને પાર થયો હતો. આજે મધ્ય પ્રદેશમાં પણ સામાન્ય પેટ્રોલ 100 રૂપિયાને પાર થઇ ગયુ છે. જે આવતા સમય માટે સામાન્ય નાગરિક માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Election / નામ તો છે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી” અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…