Business News: કોઈ પણ વ્યક્તિ લોન (Loan) લેતા પહેલા ઘણાં પુરાવા રજુ કરે છે. બેંક તે મુજબ ક્રેડિટ ઇતિહાસ (Credit history), આવક સ્ત્રોત (Income source) અને ચુકવણી ક્ષમતાને ધ્યાનમાં લે છે. પરંતુ લોન લેનાર જ મત્યુ પામે તો તેની લોન (Loan)ની ચુકવણી કોણ કરશે? જો આવું બને તો બેંક મૃતકના પ્રથમ અરજદારનો સંપર્ક કરે છે.
અત્યારના સમયમાં લોકો ગાડી, મકાન અને અનેક જરુરિયાત માટે બેંકો પાસેથી લોન (Loan) લે છે. આ સમયમાં લોન લેવી એ સામાન્ય થઈ રહ્યું છે. જ્યારે બેંકો લોન આપે છે, ત્યારે તે ક્રેડિટ ઇતિહાસ, આવક સ્ત્રોત અને ચુકવણી ક્ષમતાને ધ્યાનમાં લે છે. પરંતુ ક્યારેય વિચાર કર્યો કે જો લોન લેનાર જ મૃત્યુ (Death) પામે તો લોનની ચુકવણી કોણ કરશે? આ માહિતી વિશે વિગતવાર જણાવીએ.
બેંકોના નિયમો શું છે?
જો લોન લેનાર જ મૃત્યુ પામે છે, તો સૌપ્રથમ બેંક પહેલા અરજદાર (Applicant)ને સંપર્ક કરે છે. ત્યારબાદ સહ-અરજદારનું નામ આવે છે. કોઈ પણ લોન (Loan) જેમ કે, હોમ લોન, એજ્યુકેશન લોન અથવા સંયુક્ત લોનમાં ઉલ્લેખિત હોય છે. જો સહ-અરજદાર લોન ચુકવવામાં અસમર્થ હોય તો બેંક બાહેંધરીનો સંપર્ક કરે છે.
જો આ બાબતમાં બાહેંધરી પણ લોન (Loan) ચુકવવાની ના પાડે છે. અથવા તેની પાસે પુરતી મૂડી નથી, તો બેંક મૃતકના કાયદાકીય વારસદારને પણ સંપર્ક કરે છે. જેમાં મૃતકના સંબંઘીઓ, જેમ કે પત્ની, પુત્ર, માબાપનો પણ સમાવેશ થાય છે. બેંક દ્વારા તેમને લોન (Loan) ચુકવવાનું કહેવામાં આવે છે.
શું બેંક મિલકત જપ્ત કરી શકે? અને ક્યારે ?
જો સહ-અરજદાર, બાહેંધરી આપનાર અને કાયદાકીય વારસદાર લોન (Loan) ચૂકવવામાં અસમર્થ હોય, તો બેંકને મૃતકની મિલકત જપ્ત કરી વેચવાનો પણ અધિકાર હોઈ છે. મકાન લોનમાં તો બેંક મૃતકના ઘરને સીધું જપ્ત કરી અને તેને હરાજી દ્વારા વેચીને લોન વસૂલ કરી શકે છે.
જો લોન પર પણ વીમો હોય તો શું?
જો મૃત વ્યક્તિએ લોન સુરક્ષા વીમો લીધો હોય, તો તેના મૃત્યુ પછી સમગ્ર લોન (Loan) વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે અને પરિવાર પર કોઈ બોજ પડતો નથી. જો કાયદેસર વારસદારને મૃતકની મિલકત વારસામાં મળી ન હોય, તો તે લોન (Loan) ચૂકવવા માટે બંધાયેલો નથી.
આ પણ વાંચો:EMI વધુ કે ઓછું કેવી રીતે હોઈ શકે? રેપો રેટનું મૂલ્ય જાણો, બેંકો પાસેથી મળેલી લોન સાથે સીધો સંબંધ
આ પણ વાંચો:હવે હોમ લોન અને બેંક લોન લેવી થઈ મોંઘી! SBIએ વધાર્યા વ્યાજ દર
આ પણ વાંચો:હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે