ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩ દિવસની રાહતે આપ્યો મોટો ઝટકો, લોકો થયા પરેશાન

અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 88.31 રૂપિયા સુધી પર પહોચ્યો છે. તો આજે ડીઝલનો ભાવ 87.74 રૂપિયા છે.

Top Stories India
a 371 પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩ દિવસની રાહતે આપ્યો મોટો ઝટકો, લોકો થયા પરેશાન

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રણ દિવસની રાહત બાદ આજે ફરી એકવાર ભાવવધારો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 88.31 રૂપિયા સુધી પર પહોચ્યો છે. તો આજે ડીઝલનો ભાવ 87.74 રૂપિયા છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 88.08 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 87.57 રૂપિયા હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે 23 પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો થયો છે.

આજે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. એટલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91.19 રૂપિયા છે. તો બીજી તરફ ડીઝલ પણ 17 પૈસા મોંઘું થયું છે. એટલ દિલ્હીમાં 1 લીટર ડીઝલના ભાવ વધીને 81.47 રૂપિયા પર પહોંચી ગયા છે.

જોકે છેલ્લા 3 દિવસથી પેટ્રોલ-ડીઝલ ભાવમાં કોઈ વધારો ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ૩ દિવસ બાદ એકાએક પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતથી લોકો પરેશાન થઇ રહ્યા છે.

મેટ્રો શહેરોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવોનો આંકડા ચોકાવી રહ્યા છે. મુંબઇમાં પેટ્રોલનો 97.57 રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ 102.12 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે તો ડીઝલ 89.76 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. ભોપાલમાં પેટ્રોલ 99.21 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પર પહોંચી ગયું છે.

ફક્ત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો 25 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘું થયું છે. તો બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં 4.01 રૂપિયાનો વધારો થયો છે. ગત 2 મહિનામાં ડીઝલ 7.60 રૂપિયા મોંઘુ થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ પહેલાં ગુરૂવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. કાલે લંડન ક્રૂડ એક્સચેંજમાં WTI Crude 2.03 ડોલર ઘટીને 61.50 પ્રતિ બેરલ સુધી આવી ગયો હતો. બ્રેંટ ક્રૂડ પણ 0.75 ડોલર પ્રતિ બેરલ ઘટીને 66.13 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયો હતો.

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે તેને GST ના દાયરામાં લાવવાની વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે બદલાય છે. સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.