ગત રવિવારે પટિયાલામાં લોકડાઉન તોડનાર નિહંગ (પરંપરાગત શસ્ત્રો રાખનાર અને વાદળી લાંબી શર્ટ પહેરેલા શીખ) એ એએસઆઈ હરજીતસિંહનો હાથ તલવારથી કાપી નાખ્યો હતો. સાડા સાત કલાકનાં ઓપરેશન પછી, ચંદીગઢ પીજીઆઈનાં ડૉક્ટર્સે હરજીત સિંહનો કપાયેલો હાથ તેમના શરીર સાથે જોડ્યો છે. દરેક ડૉક્ટર્સની આ કાર્યવાહીને બિરદાવે છે. પટિયાલાનાં એસએસપી મનદીપસિંહ સિદ્ધુએ પણ પીજીઆઈનાં તબીબોનો આભાર માન્યો છે. એસએસપીએ જણાવ્યું હતું કે, સવારે 10 થી સાંજનાં 5:30 વાગ્યા સુધીનાં સાડા સાત કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ પીજીઆઈનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગનાં ડૉક્ટર્સે ફરી કલાઇને જોડી દીધા હતા. તેમણે કહ્યું કે પોલીસકર્મીની હાલત હવે ઠીક છે.
પંજાબ પોલીસનાં ડીજીપી દિનકર ગુપ્તાએ સવારે 7.45 વાગ્યે પીજીઆઈનાં ડિરેક્ટર ડૉ.જગત રામને ફોન કરી જણાવ્યુ હતુ કે, એક પોલીસ કર્મચારીનો હાથ કાપી નાખ્યો હતો અને અલગ થઈ ગયો હતો. તેમને પટિયાલાથી પીજીઆઈ ખાતે સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. આ પછી ડૉ.જગત રામે એડવાન્સ ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી ટીમને સક્રિય કરી. જગતરામે પ્રો.રમેશ શર્માને આની જવાબદારી આપી હતી. પ્લાસ્ટિક સર્જરી ટીમમાં ડૉ.સુનિલ ગાબા અને ડૉ. જેરી આર જોન, ડૉ.સુરજ નાયર, ડૉ.મયંક, ડૉ.ચંદ્રા, ડૉ.શુભેન્દુ, ડૉ.અંકુર, ડૉ.અભિષેક અને ડૉ.પૂર્ણિમાની સાથે સ્ટાફ નર્સ અરવિંદ, સ્નેહા અને અર્શ સામેલ હતા.
After 7.5 hours long surgery, PGI doctors have “successfully” repaired the amputated hand of the 50 year old police official. “The hand is viable, warm with good circulation,” said doctors after “technically very complex” and “challenging” surgery.
Kudos to PGI docs ! https://t.co/VFEOxBiBwF— Tanbir Dhaliwal (@tanbirdhaliwal) April 12, 2020
ડૉ.સુનિલ ગાબાએ જણાવ્યું કે, હરજીત સિંહ જ્યારે પીજીઆઈ પહોંચ્યા ત્યારે તેમનો હાથ સાવ જુદો હતો. નસો અને હાડકાં વચ્ચે કોઈ સંપર્ક નહોતો. પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા અનેક આધુનિક તકનીકોનાં આધારે સફળ ઓપરેશન કરવામાં આવ્યુ છે. પ્રથમ તબક્કામાં, દર્દીની આંતરિક અને બાહ્ય નસો એકબીજા સાથે જોડવામાં આવી. ત્યારબાદ હાડકાને જોડવામાં આવ્યા. હરજિતસિંહની હિંમત અને ઇચ્છા શક્તિની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ સ્વસ્થ થયા પછી તુરંત જ તેમના જૂના જીવનમાં પાછા ફરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
