Ahmedabad News : ગયા વર્ષે ગુજરાતના લોથલ ખાતે પુરાતત્વીય સ્થળ નજીક ખોદકામ દરમિયાન પીએચડી (PHD) વિદ્યાર્થીના મૃત્યુ બાદ પોલીસે આઈઆઈટી (IIT) દિલ્હીના પ્રોફેસર સામે બેદરકારી બદલ કેસ નોંધ્યો છે.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પી.એન. ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ હડપ્પા પુરાતત્વીય સ્થળ પાસે બની હતી, પરંતુ વિદ્યાર્થીના પિતાની ફરિયાદ બાદ 23 માર્ચે અમદાવાદના કોઠા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી.
10 ફૂટ ઊંડા ખાડામાં પડી જવાથી મૃત્યુ
અમદાવાદથી લગભગ 80 કિમી દૂર લોથલમાં પેલિયોક્લાઇમેટીક અભ્યાસ માટે માટીના નમૂના લેવા માટે, જ્યારે તેણી તેના પ્રોફેસર યમ દીક્ષિત સાથે, ખાડાની અંદર ગઈ હતી, ત્યારે 10 ફૂટ ઊંડા ખાડામાં માટીમાં દબાઈ જવાથી 23 વર્ષીય સુરભી વર્માનું મૃત્યુ થયું હતું. ગોહિલે જણાવ્યું હતું કે સુરભીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે દીક્ષિતને ખાડામાંથી બચાવી લેવામાં આવ્યો હતો.
બેદરકારીથી મૃત્યુનો કેસ નોંધાયો
સુરભીના પિતા રામખેલાવન વર્માની ફરિયાદના આધારે, કોઠા પોલીસે બેદરકારીને કારણે મૃત્યુનો કેસ નોંધ્યો છે. અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. એફઆઈઆર (FIR) મુજબ, વર્માનું મૃત્યુ દીક્ષિતની બેદરકારીને કારણે થયું કારણ કે તે કોઈપણ સલામતી સાધનો વિના ખાડામાંથી નમૂનાઓ એકત્રિત કરવાના જોખમી કાર્યમાં રોકાયેલી હતી.
લોથલમાં 27 જાન્યુઆરી 2024ના દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચ ટીમને મોટો અકસ્માત નડ્યો હતો. લોથલમાં માટીના સેમ્પલ લેવા માટે ઊંડા ખાડામાં ઉતરેલી બે મહિલા ઉપર અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં સુરભિ વર્મા નામના મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે યામા દિક્ષીત નામની અન્ય એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલા આઇઆઇટી દિલ્હીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની છે. આ ઘટનાની જાણ થતાં 108ની ટીમ સહિત પોલીસ અને અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી બંને મહિલાને બહાર કાઢી હતી. મૃતક સુરભિ વર્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જ્યારે ઇજાગ્રસ્ત યામા દીક્ષિતને સારવાર અપાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
જાણો શું છે લોથલનો ઇતિહાસ
લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે, જે બહાઈ પ્રદેશમાં આવેલું હતું. તે આજના સમયમાં ગુજરાત તરીકે ઓળખાય છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બરમાં કરાઈ હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. લોથલને ખૂબ જૂની સંસ્કૃતિનું સ્થળ છે, જેનો સમયગાળો ઈસ. 2450થી 1900 સુધીનો હોવાનું મનાય છે. પ્રાચીન સમયમાં લોથલ એક મહત્ત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપારીમથક હતું.
આ પણ વાંચો: જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં મજૂરનું કમકમાટી ભર્યું મોત
આ પણ વાંચો: માટીની ભેખડ પડતા બાળક સહિત 2 લોકો દટાયા, 1 વર્ષીય બાળકીનું મોત
આ પણ વાંચો: લોથલમાં માટીના સેમ્પલ લેતી વખતે સર્જાઈ દુર્ઘટના : બે મહિલા અધિકારી દટાતા એકનું મોત