Anand/ આણંદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ, અંધારપટ છવાયો

છેલ્લા એક સપ્તાહથી વીજ સપ્લાયમાં પાવરમાં વધઘટ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Top Stories Gujarat Breaking News

Anand News: આણંદના બોચાસણમાં MGVCLના રાત્રે ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતાં સમગ્ર ગામમાં અંધારપટ છવાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી વીજ સપ્લાયમાં પાવરમાં વધઘટ થતો હોવાની ફરિયાદો કરવામાં આવી છતાં વીજ કંપની દ્વારા નક્કર પગલાં ન ભરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આણંદ જીલ્લામાં બોરસદ તાલુકામાં આવેલા બોચાસણના MGVCLના ટ્રાન્સફોર્મરમાં રાત્રે અચાનક બ્લાસ્ટ થતાં વીજ ડીપી ભડભડ બળી ઉઠી હતી. જેથી સમગ્ર ગામમાં અંધારપટ છવાયો છે. છેલ્લા એક સપ્તાહથી વીજ સપ્લાયમાં પાવરમાં વધઘટ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ મામલે MGVCLને ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નક્કર પગલાં નહીં ભરાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ બોચાસણ ગામ વીજવિહોણું થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો