કલકત્તા,
પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક ફ્લાઈઓવર ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. દક્ષિણી કલકત્તાના માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

જયારે બ્રિજના કાઠમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધરાશાયી થયેલા આ બ્રિજની નીચે ઘણા લોકો અને ગાડીઓ દબાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની ૩ ટીમ ઉપરાંત સેનાની પણ મદદ માંગવામાં આવી છે.
We are very worried. We are receiving information from the rescue team on ground(majerhat bridge collapse in Kolkata). We want to go back as soon as possible. There are no flights in the evening, we are unable to do so: West Bengal CM Mamata Banerjee in Darjeeling (file pic) pic.twitter.com/DJfU1QDEm2
— ANI (@ANI) September 4, 2018
મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પણ રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવા માટે આદેશ આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, “પહેલા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવશે અને ત્યારબાદ આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે”.
#WATCH: Eye-witnesses react after a part of Majerhat bridge in South Kolkata collapsed. #WestBengal pic.twitter.com/t1du9GDcUM
— ANI (@ANI) September 4, 2018









