Not Set/ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…!!!!

દરેક બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા એમ જ માનતો આવ્યો છે કે તે કહે તે અંતરિમ સત્ય.પરંતુ કેટલાક સવાલો એવા હોય છે કે જેના જવાબ માત્રને માત્ર કુદરત પાસે હોય છે, તેનો જવાબ આપવા માટે આપણે સક્ષમ

Lifestyle Relationships

ભાવિશ્વ : ભાવિની વસાણી 

હર જનમ મેં જ્ઞાન અધૂરા છોડ આયે હૈ,
પન્ને જૈસે જ્ઞાન કે હમ મોડ આયે હૈ…

દરેક બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા એમ જ માનતો આવ્યો છે કે તે કહે તે અંતરિમ સત્ય.પરંતુ કેટલાક સવાલો એવા હોય છે કે જેના જવાબ માત્રને માત્ર કુદરત પાસે હોય છે, તેનો જવાબ આપવા માટે આપણે સક્ષમ હોતા નથી. માટે નમૂના પરથી જથ્થાબંધ વિચારી લેતા ગ્રાહકો, ટ્રેલર પરથી પિક્ચરની કલ્પના કરી લેતા દર્શકો, પ્રસ્તાવના પરથી પુસ્તકનો સાર કાઢતા વાચકો, ઇશ્વરને પોતાની બુદ્ધિથી માપવાની કોશિશ કરતા માનવીઓ તમારો જમાનો ગયો જ સમજી લેશો. કોઈપણ ચીજ વસ્તુઓનું ખરૂં સત્વ જણાવવા માટે વેપારી પણ ટૂંકો પડે છે સત્ય તો તે વસ્તુ બનાવનારને જ ખબર હોય. એ જ રીતે કોઈપણ ફિલ્મની અંદર શું છે તેનું આકલન કરવા માટે આપણે ટૂંકા પડીએ દિગ્દર્શક દિગ્દર્શન કરી શકે પરંતુ તેના માટેની વાર્તા તો હોવી જોઈએ ને એટલે કે તેનો સ્ક્રીપ્ટ રાઈટર જ ફિલ્મ વિશે જણાવી શકે.જ્યારે કોઈપણ પુસ્તકની અંદર કયા ભાવથી અને કઈ રીતે શું કહેવામાં આવ્યું છે તે તેનો લેખક જણાવી શકે, અને આગામી દિવસોમાં શું થવાનું છે તેની આપણે તો માત્ર કલ્પના કરીએ છીએ જ્યારે સાચું સ્ક્રીપ્ટ રાઈટીંગ તો થઈ ચૂકયું હશે.

क्या हुआ जब पहली बार प्रलय आई? - Hindu Mythological stories: story of first  time CATASTROPHE, pralaya

આપણે બધા આપણી પોતાની ભૂમિકાઓ કરી રહ્યા છીએ એ આપણે વીસરવુ ન જોઈએ. આપણા તમામનો દોરી સંચાર કરનાર કોઈક બીજું છે. ખુદ બ્રહ્માંડનો અધિપતિ જ્યારે ‘રામ’ બની અને ધરતી પર જન્મ લે છે ત્યારે ‘રામાયણ’ની રચના થાય છે અને અનિશ્ચિતતાની વચ્ચે જીવન વિતાવે છે. જેનો ટુંકસાર છે “ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે ?”કોરોનાને લઈને દેશભરમાં લોકડાઉનના ૩૫ દિવસમાં એવા એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે ક્યારેય ભૂતકાળમાં જોયા ન હતા. જ્યારે કોઇ પણ સર્જન કે વિસર્જનની વાત આવે ત્યારે આપણા શાસ્ત્રો મુજબ નવસર્જન માટે આદ્યદેવ ભગવાન ‘શિવ’ની ભૂમિકા દર્શાવવામાં આવી છે. એ ન્યાયે ઘરે-ઘરે જાતજાતના સર્જન થયા જાણે કે ‘જીવ’નું ‘શિવ’ સાથે મિલન થયું હોય એવા દ્રશ્યો સર્જાયા છે. આપણે આ દ્રશ્યોને અટકાવી શકવાના છીએ ? કે જ્યારે દરેકની વિધીના લેખ લખનાર બ્રહ્મા ખુદ હોય…!!!

બોલિવૂડની સંજીવ કુમાર અભિનીત જૂની હિન્દી ફિલ્મ “અનોખી રાત”નું ગાયક મુકેશના અવાજમાં ઈંદિવરનું સુંદર ગીત છે. જેના શબ્દો ખુબ જ હૃદયસ્પર્શી છે.

“ઓરે…તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં , સાગર મિલે કૌનસે જલ મેં કોઈ જાને ના..!!! જેની આખરી લાઇનમાં આવે છે કે ક્યા હોગા કૌનસે પલ મે કોઈ જાને ના…

કલ્પના કરો એ દ્રશ્ય કે કુદરત દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ સમુદ્રમંથન થઈ રહ્યું છે. એક બાજુ ‘દેવો’ અને એક બાજુ ‘દાનવો’ અમૃતતત્વને પામવા માટે મથી રહ્યા છે. મહેનત તો બંને પક્ષે એટલી જ થાય છે. પરંતુ ઈશ્વર “મોહિની રૂપ” ધારણ કરી અને આવે છે અને દેવતાઓને અમૃત પીવડાવી દે છે. જેથી દેવતાઓ અમર બની શક્યા. આ રીતે કુદરત કે ઈશ્વર ઈચ્છે તેને જીવાડશે જ આ જીવનનો અર્થ માત્ર દેહ સાથે નથી. કોરોનાના વૈશ્વિક સંક્રમણનો આ કપરો કાળ તમામ માટે કપરો નથી. જ્યારે કુદરતનો કહેર ધરતી પર આવે ત્યારે ઘણી-બધી ઊથલપાથલ થતી હોય છે. ત્યારે આપણે નાના કે સીમીત અર્થમાં યાદ રાખવાનું “અહં બ્રહ્માસ્મિ” આપણે તો આ બ્રહ્માંડ પર માત્ર નાનકડા કણ સમાન છીએ.

इन 10 भयानक कारणों से आ सकता है प्रलय | Webdunia Hindi

પરંતુ બીજી બાજુએ તેનો વિશાળ અર્થ પણ થાય છે. જે આ સૃષ્ટિકર્તાની અંદર છે તેનો હું કણ છું, મતલબ કે જે તેનામાં છે… તેજ મારામાં છે.. યત્પિંડે તત્ બ્રહ્માંડે… સો.. હમ…એટલે કે આ સૃષ્ટિ પંચમહાભૂતની બનેલી છે. પૃથ્વી, વાયુ જળ, અગ્નિ, આકાશ અને આપણું શરીર પણ આ જ પાંચ તત્વોનું બનેલું છે. એટલે કે આપણું ‘શિવ’ સાથે મિલન થાય છે ત્યારે જ નવું સર્જન થાય છે, અને તેવું થતાં કોઇ અટકાવી શકતું નથી. આમ છતાં આપણે આકલન કરવા માગીએ તો ટૂંકા જ પડીએ.. તો આપણે શું કરવાનું ? આપણે અનુસરણ કરવાનું જે ‘શિવ’ તત્વ આપણી પાસે કરાવે તેનું. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા આપવામાં આવેલ જ્ઞાન મુજબ મેં સાંભળ્યું છે કે “આપણે બધા એમ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા આપી છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ ગીતા ભગવાન શિવ દ્વારા કહેવામાં આવી છે.

RELATIONSHIP BETWEEN LORD SHIVA AND LORD SRI KRISHNA. – ISKCON Kolkata

ભગવાન ‘શિવ’ અને ‘કૃષ્ણ’ પણ એકબીજાના ભક્ત હતા. શિવ જ્યારે આનંદમાં હોય ત્યારે કૃષ્ણ બની જાય. કૃષ્ણ જ્યારે સમાધિમાં લીન હોય ત્યારે શિવ બની જાય છે. એ અર્થમાં ગીતા ભગવાન શ્રીકૃષ્ણએ સમાધિની અવસ્થામાં આપી છે એટલે કે ભગવાન શિવ એ આપી છે” આ જ રીતે કવિ અંકિત ત્રિવેદી જણાવે છે કે “કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે આનંદ, જ્યાં જ્યાં આનંદ દેખાય તે કૃષ્ણનું સ્વરૂપ જ સમજો” તો સ્વામી વિવેકાનંદ તો વર્ષો પહેલા કહી ગયા કે “જ્યાં આનંદ આવે ત્યાં કૃષ્ણ છે.” હવે જો દરેક વ્યક્તિ બ્રહ્માંડનો અંશ હોય છે. એ મુજબ દરેક વ્યક્તિની અંદર શિવ તથા કૃષ્ણ બન્ને હોય છે. આનંદમાં રહે તો કૃષ્ણ છે, અને જ્ઞાનમાં રહેતો શિવ છે, આ બંનેમાં ન હોય તો સામાન્ય જીવ છે તેમ કહી શકાય. એનો અર્થ એવો બિલકુલ નથી કે જે તેની અંદર દિવ્ય તત્વ નથી.

દિવ્ય તત્વ દરેકની અંદર રહેલાં હોય છે. જીવનું શિવ સાથે મિલન થાય ત્યારે નવું સર્જન થાય. અને આ મિલન પણ કેવું હોય છે. જ્યારે જાણો ત્યારે થઈ શકે છે બસ એક પડદો હટવાની જ રાહ હોય. આમ છતાં પડદો હટાવવાનું કામ દરેક મનુષ્ય કરી શકતો નથી. માટે બધા પામી શકતા નથી. માટે તો વારંવાર જન્મ લેવો પડે છે. કોઈ એક જન્મમાં પામી જાય તો કોઈ જન્મો જન્મ તરસ્યો રહે છે. અને આ પડદો હટવો એટલે શું ? આપણી અંદર રહેલી શક્તિઓને આપણે ખુદ ઉજાગર કરીએ.

“શિવોહમ શિવોહમ શિવ સ્વરૂપોહમ,
જીસે શાસ્ત્ર કાટે ના અગ્નિ જલાએ,
ગલાએ ન પાની ના મૃત્યુ મીટાએ,
વહી આત્મા સચ્ચિદાનંદ મૈં હું..”