Food Recipe/ નારિયેળ અને ગોળનું ક્લાસિક કૉમ્બિનેશન…વરાળે પકાવીને બનાવો પીઠા….અત્યંત સરળ છે રેસિપી!

આમ તો નારિયેળ અને ગોળથી બનેલા આ પીઠા (Nariyal Gud Pitha) અસમિયા ડિશ છે જે ખાસ કરીને માઘ બિહુ તહેવાર પર બનાવવામાં આવે છે.

Trending Food Lifestyle
Nariyal Gud Pitha...આસામ Special પારંપરિક ડિશ...7 સ્ટેપ્સમાં બનશે આ healthy રેસિપી...

Food Recipe: પારંપરિક મીઠાશ માટે નારિયેળ અને ગોળથી બનેલા આ પીઠા (Nariyal Gud Pitha) તમારે અવશ્ય ટ્રાય કરવા જોઇએ. એનો સ્વાદ અત્યંત લાજવાબ હોય છે અને આ પીઠાની મીઠાશ એકદમ પરફેક્ટ રાખશો, ન વધુ કે ન ઓછી…તો ખાવામાં ઓર મજા આવશે! નારિયેળ ગોળના પીઠા આમ તો અસમિયા ડિશ (Aasam Traditional Dish) છે જે ખાસ કરીને માઘ બિહુ તહેવાર (Bihu Festival) પર બનાવવામાં આવે છે.

તમે એને કોઈ પણ સમયે બનાવીને ખાઈ શકો છો. એને વરાળમાં પકાવીને ખાવામાં આવે છે. એમાં તાજુ છીણેલું નારિયેળ અને ગોળનું સ્ટફિંગ ભરવામાં આવે છે. તો ચાલો જાણીએ…નારિયેળ-ગોળના પીઠાની સરળ રેસિપી…

નારિયેળ ગોળ પીઠા રેસિપી (Nariyal Gud Pitha Recipe)

નારિયેળ અને ગોળથી બનેલા આ પીઠા બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

Nariyal Gud Pitha Ingredients
Nariyal Gud Pitha Ingredients

સામગ્રી

240 ગ્રામ સફેદ ચોખા

100 ગ્રામ તાજું છીણેલું નારિયેળ

40 ગ્રામ ગોળનો પાવડર

થોડું મીઠું

શેકેલા તલ (વૈકલ્પિક)

આવશ્યકતા અનુસાર પાણી

Nariyal Gud Pitha Recipe
Nariyal Gud Pitha Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક કપ ચોખા (Rice)ને સારી રીતે ધોઈ લેવા અને એનું પાણી કાઢી નાખવું. ચોખાને સુકાવા દેવા અને જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારે વાટીને એનો પાવડર બનાવી લેવો.

2. આ ચોખાના લોટને મધ્યમ તાપે ત્યાં સુધી શેકવો જ્યાં સુધી એમાંથી હળવી સુગંધ ન આવવા લાગે! એને એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરીને એમાં સ્વાદાનુસાર મીઠું નાખો.

3. હવે પાણી ગરમ કરો અને એનાથી હળવો નરમ લોટ બાંધી લો. ધ્યાન રાખવું કે લોટ બાંધવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ સાચવીને કરવો. લોટને ઢાંકીને 15 મિનિટ સુધી રહેવા દો.

4. સ્ટફિંગની તૈયારી કરવાની રહેશે. એ માટે છીણેલું નારિયેળ (Coconut) ધીમા તાપે થોડી વાર ડ્રાય જ શેકી લેવું. એમ કરવાથી નારિયેળનો સ્વાદ અને ફ્લેવર વધી જશે.

5. નારિયેળમાં ગોળ (Jaggery), ઈલાયચી પાવડર સારી રીતે મિક્સ કરી લો. ગોળ પીગળે ત્યાં સુધી તમારે એને પકાવવાનું રહેશે. આ તમામ વસ્તુઓના સ્ટફિંગને ઠંડુ થવા માટે રાખી મૂકો.આ સ્ટફિંગમાં તમે શેકેલા તલ પણ મિક્સ કરી શકો છો.

6. ચોખાના લોટમાંથી લીંબુ જેટલો લુવો બનાવો અને એને વણી લો. એમાં 1 મોટી ચમચી ગોળ-નારિયેળનું મિશ્રણ ભરીને વાળીને ગુજીયા (ઘૂઘરા)નો શેપ આપી દેવો. તમે ઈચ્છો તો પેટીસ પણ બનાવી શકો છો.

7. આ રીતે તૈયાર કરેલા બધા જ પીઠાને વરાળે 20 મિનિટ સુધી સ્ટીમ કરી લેવા. આ સ્ટીમ કરેલા પીઠાને એક ચાળણીમાં કાઢીને ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરી દેવું. આમ કરવાથી એ એક-બીજા સાથે ચોંટશે નહિં.

તો તૈયાર છે અસમિયા સ્ટાઈલમાં સ્વાદિષ્ટ નારિયેળ ગોળના પીઠા (Nariyal Gud Pitha Recipe)….તમે સપરિવાર એની મજા માણી શકો છો.


આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં મીઠાશ ઘોળો…ઘરે જ બનાવો હલવાઈ જેવા દાણેદાર મોતીચૂરના લાડુ!

આ પણ વાંચો: આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!